Not Set/ નડીયાદમાં હિન્દુ સમાજના લોકોએ તંત્ર સામે ઉતાર્યો મોરચો,જાણો કેમ

નડીયાદ, અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર બને તે માટે સમગ્ર દેશમાં આંદોલનો થઇ રહ્યા છે. ત્યારે બીજી તરફ નડિયાદ થી ૫ કિમી. દુર આવેલા સંધાણા ગામે બનેલ ઘટનોને લઇ હિન્દુ સમાજના લોકોને તંત્ર સામે મેદાને ઉતરવાની ફરજ પડી છે. ગામના મુખ્ય પ્રવેશ દ્વાર પર લગાવેલ ભગવાન શ્રી રામનો ફોટો ઉતારી લેવા કેટલાક અસામાજીક તત્વો દ્વારા […]

Top Stories Gujarat Others Videos
mantavyanews 13 નડીયાદમાં હિન્દુ સમાજના લોકોએ તંત્ર સામે ઉતાર્યો મોરચો,જાણો કેમ

નડીયાદ,

અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર બને તે માટે સમગ્ર દેશમાં આંદોલનો થઇ રહ્યા છે. ત્યારે બીજી તરફ નડિયાદ થી ૫ કિમી. દુર આવેલા સંધાણા ગામે બનેલ ઘટનોને લઇ હિન્દુ સમાજના લોકોને તંત્ર સામે મેદાને ઉતરવાની ફરજ પડી છે.

ગામના મુખ્ય પ્રવેશ દ્વાર પર લગાવેલ ભગવાન શ્રી રામનો ફોટો ઉતારી લેવા કેટલાક અસામાજીક તત્વો દ્વારા પીએસઆઇ અને મામલતદારને દબાણ કરાઇ રહ્યું છે.

જેને લઇને પીએસઆઇ અને મામલતદાર છેલ્લા બે દિવસથી ગામના આગેવાનોને ભગવાન શ્રીરામનો ફોટો ઉતારી લેવા દબાણ કરી રહ્યા છે. સમગ્ર ઘટનાને લઇ સંધાણા અને આસપાસના ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ભગવાન શ્રી રામનો ફોટો નહી ઉતારવા રજૂઆત કરવામાં આવી છે.