Not Set/ વિવક ઓબેરોયનાં વિવાદિત બોલ, મમતા બેનર્જીને સરખાવ્યા સદ્દામ હુસૈન સાથે

લોકસભાની ચૂંટણીનું અંતિમ ચરણ બાકી છે, ત્યારબાદ દેશ સમક્ષ કઇ સરકાર બનશે તે સ્પષ્ટ થઇ જશે. અંતિમ ચરણનાં મતદાન પહેલા ખાસ રાષ્ટ્રીય રાજનીતિને લઇને ફિલ્મી જગત બે ભાગોમાં વહેચાયેલુ જોવા મળી રહ્યુ છે. જે ચિંતાનો વિષય બન્યો છે. ફિલ્મી જગતનાં કલાકારો ખુલ્લા મને હવે પોતાનો વિરોધ કોઇ ખાસ પાર્ટી માટે રજૂ કરી રહ્યા છે. જેમા […]

Top Stories India Entertainment
pjimage 18 વિવક ઓબેરોયનાં વિવાદિત બોલ, મમતા બેનર્જીને સરખાવ્યા સદ્દામ હુસૈન સાથે

લોકસભાની ચૂંટણીનું અંતિમ ચરણ બાકી છે, ત્યારબાદ દેશ સમક્ષ કઇ સરકાર બનશે તે સ્પષ્ટ થઇ જશે. અંતિમ ચરણનાં મતદાન પહેલા ખાસ રાષ્ટ્રીય રાજનીતિને લઇને ફિલ્મી જગત બે ભાગોમાં વહેચાયેલુ જોવા મળી રહ્યુ છે. જે ચિંતાનો વિષય બન્યો છે. ફિલ્મી જગતનાં કલાકારો ખુલ્લા મને હવે પોતાનો વિરોધ કોઇ ખાસ પાર્ટી માટે રજૂ કરી રહ્યા છે. જેમા હવે અભિનેતા વિવેક ઓબેરોયએ પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી પર એક વિવાદિત નિવેદન આપ્યુ છે. વિવેકે દીદીની તુલના એક સમયનાં ઇરાકી તાનાશાહ કહેવાતા સદ્દામ હુસૈનથી કરી છે.

mamata benerjeeee વિવક ઓબેરોયનાં વિવાદિત બોલ, મમતા બેનર્જીને સરખાવ્યા સદ્દામ હુસૈન સાથે

કોલકતામાં મંગળવારે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહનાં રોડ શો દરમિયાન થયેલી BJP-TMC કાર્યકર્તાઓમાં ઝપાઝપી, હિંસા, પથ્થરબાજી અને આગજની બાદ બંગાળથી લઇને દિલ્હી સુધી રાજનીતિક પારો તેની ચરણ સુધી પહોચી ગયો છે. આ વચ્ચે બોલિવુડનાં અભિનેતા વિવેક ઓબેરોયએ પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી પર શાંબ્દિક હુમલો કરતા તેમની તુલના એક સમયનાં ઇરાકી તાનાશાહ કહેવાતા સદ્દામ હુસૈન સાથે કરી છે. ચુંટણી પૂર્ણ થયા બાદ પીએમ મોદીની બાયોપિકમાં મુખ્ય અભિનય કર્તા વિવેક ઓબેરોયએ મમતાનાં ‘લોકશાહી ખતરામાં છે’ નિવેદનથી જોડાયેલા સમાચારનાં સ્ક્રીનશોટ શેયર કરતા ટ્વીટ કર્યુ, ‘હુ સમજી નથી શકતો કે દીદી જેવી સમ્માનિત મહિલા કેમ સદ્દામ હુસૈનની જેમ વ્યવહાર કરી રહી છે! કઠનાઇ જુઓ, કે  લોકશાહી ખતરામાં છે અને તેને ખુદ તાનાશાહ દીદીથી ખતરો છે. પહેલા પ્રિયંકા શર્મા અને હવે તજિંદર બગ્ગા. આ દીદીગીરી નહી ચાલે. #SaveBengalSaveDemocracy #FreeTajinderBagga.

ઉલ્લેખનીય છે કે, રોડ શો દરમિયાન BJP-TMC કાર્યકર્તાઓની વચ્ચે થયેલી હિંસક ઝપાઝપીથી દિલ્હી સુધી રાજનેતાઓનાં પારા ચઠ્યા છે. એક તરફ અમીત શાહ જ્યા TMC પર આરોપો મઢી પોતાનો જીવ બચાવવા માટે CRPFનો આભાર વ્યક્ત કરી રહ્યા છે, તો મમતા બેનર્જી બહારથી ગુંડા લઇને હુલ્લડ કરાવવાનો આરોપ લગાવી રહી છે. TMCનાં નેતા Derek O’brien  બુધવારે ત્રણ વીડિયો જાહેર કરી ભાજપને મુશ્કિલમાં મુકી દીધુ છે.