દુનિયા જ્યા વિજ્ઞાન અને ટેકનોલોજીનાં સમન્વય સાથે મંગળ અને દૂર દરાજનાં ગેલેક્સીઓ સુધી પહોચી છે, તો બીજી તરફ ભારતનાં ઘણા ભાગોમાં અંધશ્રદ્ધા લોકોનાં જીવ લઇ રહી છે. લોકો આજે પણ હોસ્પિટલમાં જવાને બદલે મઢમાં જાય છે. મઢમાં જાઇને ભક્તિ કરવી અલગ વાત છે, પરંતુ અંધશ્રદ્વાનાં આશરે મઢમાં જઇ કોઇની જીંદગી દાવ પર લગાડવી તે વિચિત્ર વાત છે.
રાજકોટની પાસે આવેલ સુપ્રસિદ્ધ યાત્રા ધામ ચોટીલાનાં તાબાનાં ગુદા ગામમાં એક યુવકે કોઈપણ અગમ્ય કારણોસર ઝેર પી લીધું. ઝેર પીધેલી વ્યક્તિને સામાન્ય રીતે તુરંત હોસ્પિટલ લઇ જવાય છે. પરંતુ ગુંદા ગામે ઝેર પીધેલ યુવકને હોસ્પિટલનાં બદલે માતાજીનાં મઢે લઇ જવાયો હતો. જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહેલા યુવકને ગુંદા ગામથી વાકાનેર નજીક આવેલ માતાજીનાં મઢે લઇ જવાયો હતો. મઢે શું ઇલાજ કરવામાં આવ્યો કે શું દોરા ધાગા કરવામાં આવ્યા તે જો કે તપાસનો વિષય છે. પરંતુ ત્યારબાદ મઢેથી યુવકને પોતાના ગામ ગુંદા ઘર ખાતે લાવવામાં આવ્યો. સમય જતા યુવકની તબિયત વધુ લથડી જતા અને પરિવારજનોને શાણપણ પેઠી એટલે નાછુટકે હોસ્પિટલની વાટ પકડી હતી. પરંતુ અંધશ્રદ્વાનાં ચક્કરમાં ખુબ મોડું થઇ ગયુ હતુ. અને ઘરે થી હોસ્પિટલ પહોંચે એ પહેલા યુવકે દમ તોડી દીધો હતો.
આ કિસ્સાથી ફરી ફરીને અનેકો સવાલો ઉભા થઇ રહ્યા છે કે શું હોસ્પિટલની જગ્યાએ મઢે લઇ જવો ઉચીત હતો? શું આવી આંધળી અંધશ્રદ્વા જીવન ઉગારી શકે ખરા.