Not Set/ લો બોલો!! આ દેશમાં વેક્સિનને લઇને કાયદો કડક, વૃદ્ધ લોકો નહી લગાવે વેક્સિન તો થશે દર મહિને દંડ

વિશ્વનાં મોટાભાગનાંં દેશોમાં કોરોના વેક્સિનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. દરમિયાન, જર્મન સરકારે 60 વર્ષથી વધુ વયનાં વૃદ્ધ લોકો માટે રસીકરણ ફરજિયાત બનાવ્યું છે.

Top Stories World
કોરોના રસી

વિશ્વનાં મોટાભાગનાંં દેશોમાં કોરોના વેક્સિનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. દરમિયાન, જર્મન સરકારે 60 વર્ષથી વધુ વયનાં વૃદ્ધ લોકો માટે રસીકરણ ફરજિયાત બનાવ્યું છે. એટલું જ નહીં, જર્મનીમાં, જે વૃદ્ધ આ રસી લેવાની ના પાડી છે તેમને દર મહિને દંડ ભરવો પડશે. સરકારનું કહેવું છે કે, રસી ફરજિયાત બનાવીને એવા જૂથોને પણ રસી અપાશે, જેઓ તમામ મૂંઝવણને કારણે હજુ સુધી તે મેળવી રહ્યાં નથી.

આ પણ વાંચો – Covid-19 / અમદાવાદીઓ સાચવજો, શહેરની બે સિવિલ હોસ્પિટલમાં કોરોના વિસ્ફોટ, 70 થી વધુ મેડિકલ સ્ટાફ કોરોનાની ઝપટમાં

આપને જણાવી દઇએ કે, જે અહેવાલો સામે આવી રહ્યા છે તે અનુસાર, જર્મન સરકારે આ દંડ 60 વર્ષથી વધુ વયનાં વૃદ્ધ લોકો માટે લગાવ્યો છે. જાન્યુઆરીમાં રસીકરણનો ઇનકાર કરનાર વડીલોને 50 યુરો ચૂકવવા પડશે, જ્યારે પછીનાં મહિનામાં રસીકરણનો ઇનકાર કરનારને 100 યુરોનો દંડ કરવામાં આવશે. આરોગ્ય પ્રધાન પ્લેવેરિસ કહે છે કે આવા નિયંત્રણો ફક્ત 60 વર્ષથી વધુ વયનાં લોકો માટે જ લાદવામાં આવી રહ્યા છે કારણ કે આ ઉંમરનાં વૃદ્ધ લોકો ચેપ માટે સૌથી વધુ સંવેદનશીલ હોય છે અને આ જાહેર આરોગ્ય સેવાને અસર કરે છે. જર્મન આરોગ્ય પ્રધાન કહે છે કે વેક્સિનનો ઇનકાર કરનારા વૃદ્ધ લોકો પાસેથી ટેક્સ-ઓફિસ દંડ વસૂલવામાં આવશે, જેનો ઉપયોગ સરકારી હોસ્પિટલોને ભંડોળ આપવા માટે કરવામાં આવશે. બીજી તરફ, 1.07 કરોડની વસ્તીવાળા ગ્રીસમાં, બે તૃતીયાંશ લોકોએ રસીનાં બંને ડોઝ મેળવ્યા છે. જો કે, આ યુરોપિયન યુનિયનનાં સરેરાશ રસીકરણ કરતાં ઓછું છે, કારણ કે સરકારે 60 વર્ષથી વધુ ઉંમરનાં વૃદ્ધ લોકો માટે રસીકરણ ફરજિયાત બનાવ્યું છે. કોરોનાનાં ઓમિક્રોન વેરિઅન્ટનાં ફેલાવાને કારણે, જર્મનીમાં સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાયો છે, જેના કારણે મૃત્યુ દર અને હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યામાં વધારો થયો છે.

આ પણ વાંચો – ડરશો નહી / ATM માંથી ઘણીવાર ફાટેલી કે ગંદી નોટો બહાર આવે છે ત્યારે શું કરવુ? જાણો એક ક્લિંક કરી

આ ઉપરાંત, રસીનાં બંને ડોઝની ફરજિયાત આવશ્યકતા સાથે, જર્મન સરકારે બૂસ્ટર ડોઝ રાખવાનું પણ ફરજિયાત બનાવ્યું છે. 1 ફેબ્રુઆરીથી દેશમાં કોરોના રસીકરણનાં પ્રમાણપત્રની માન્યતા સાત મહિનાની રહેશે. એટલે કે જે લોકોએ બંને ડોઝનું પ્રમાણપત્ર મેળવ્યું છે તેઓએ સાત મહિના પછી બૂસ્ટર લેવું પડશે, અન્યથા તેઓ રસીકરણ પ્રમાણપત્ર દ્વારા લાભ મેળવી શકશે નહીં.