ઓહ..! સાચે જ/ કોંગ્રેસના આ ઉમેદવારનું પ્રજાને વચન, ધારસભ્ય બનીશ તો પગાર નહીં લઉં

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને રોજ જુદા-જુદા પક્ષ પ્રજાને રીઝવવા નવા નવા ગતકડા અપનાવે છે. હવે કોંગ્રેસના એક ઉમેદવારે જાહેરાત કરી છે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
7 4 9 કોંગ્રેસના આ ઉમેદવારનું પ્રજાને વચન, ધારસભ્ય બનીશ તો પગાર નહીં લઉં

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને રોજ જુદા-જુદા પક્ષ પ્રજાને રીઝવવા નવા નવા ગતકડા અપનાવે છે. હવે કોંગ્રેસના એક ઉમેદવારે જાહેરાત કરી છે કે જો તે ધારાસભ્ય બનશે તો પગાર નહીં લે. હકીકતમાં ગીર સોમનાથના તાલાલા બેઠક પરથી કોંગ્રેસ પક્ષની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી લડી રહેલાતાલાલાએ એક જાહેરાત કરતાં કહ્યું છે કે, જો તેઓ ધારાસભ્ય બને છે તો તેઓ એક પણ રૂપિયાનો પગાર લેશે નહીં. તેમની આ જાહેરાત પછી મતદારોમાં પણ તેમની છબીને લઈને ચર્ચાઓ થવા લાગી છે.

ચૂંટણીમાં દરેક રાજકીય પક્ષો, નેતાઓ મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે ઘણા પ્રયાસો કરી રહ્યા છે. બન્યું એવું છે કે થોડા સમય પહેલા જ વિધાનસભામાં ધારાસભ્યના પગારને વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો. જોકે આશ્ચર્ય તે વાતનું હતું કે ધારાસભ્યના જંગી પગાર વધારાના બીલનો વિરોધ એક પણ નેતાએ કર્યો ન હતો અને બહુમતી સાથે તે નિર્ણય પસાર થયો હતો. જે પછી હવે સોશિલય મીડિયા પર લોકો ધારાસભ્યને મળતી મફત સુવિધાઓ, પગાર વગેરે બાબતો પર ચર્ચાઓ કરતા થયા છે. દરમિયાન લોકો ધારાસભ્યોના પગારને લઈને પ્રશ્નો પણ કરી રહ્યા છે.

આ દરમિયાન તાલાલા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર માનસિંહ ડોડિયાએ પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના ધ્યાને આવેલી આ બાબતને લઈને ગામાં લોકોને સંબોધતા વચન આપ્યું કે, હું ધારાસભ્ય તરીકે પગારનો એક રૂપિયો નહીં લઉં. ધારાસભ્ય તરીકેનો મારો પગાર ગરીબ લોકોના કામ માટે, કન્યાઓ માટે, શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ સક્ષમ બનાવવા માટે આપીશ.

જો કે આ વાત પર ઉમેદવાર કેટલા સાચા ઉતરે છે તે તો તેમની જીત પછી જ ખબર પડે.