Not Set/ સુરતમાં કોરોનાના ભયજનક દ્રશ્યો,ઉમરા સ્મશાનગૃહમાં અંતિમ ક્રિયા માટે વેઇટિંગ

સુરતમાં કોરોનાના કેસમાં વધારાની સાથે સાથે મૃતકઆંક પણ  ખુબ જ વધ્યો છે. સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી ભેગી થયેલી ભીડને કારણે કોરોના વધુ ફેલાયો છે. સુરતમાં કોરોનાની બીજી લહેર ઘાતક બની છે. સુરતના ઉમરા સ્મશાનગૃહમાં ડરામણા દ્રશ્ય સામે આવ્યા છે. ઉમરા સ્મશાનગૃહમાં માત્ર 3 કલાકમાં જ 21 મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.જેમાં 15  જેટલા […]

Gujarat Surat
Untitled 106 સુરતમાં કોરોનાના ભયજનક દ્રશ્યો,ઉમરા સ્મશાનગૃહમાં અંતિમ ક્રિયા માટે વેઇટિંગ

સુરતમાં કોરોનાના કેસમાં વધારાની સાથે સાથે મૃતકઆંક પણ  ખુબ જ વધ્યો છે. સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી ભેગી થયેલી ભીડને કારણે કોરોના વધુ ફેલાયો છે. સુરતમાં કોરોનાની બીજી લહેર ઘાતક બની છે. સુરતના ઉમરા સ્મશાનગૃહમાં ડરામણા દ્રશ્ય સામે આવ્યા છે. ઉમરા સ્મશાનગૃહમાં માત્ર 3 કલાકમાં જ 21 મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.જેમાં 15  જેટલા નોન કોવીડ મૃતદેહો પણ ત્યાં લઇ આવ્યા હતા.

ઉમરા સ્મશાનગૃહમાં સવારે 6 વાગ્યાથી 9 વાગ્યા સુધીના માત્ર ત્રણ કલાકની અંદર જ 21 જેટલા મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ઉમરા સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર માટે પણ લાંબુ વેઇટિંગ જોવા મળી રહ્યુ છે. સુરતમાં કોરોનાના કેસ વધવાની સાથે સાથે મૃતકઆંક પણ વધી રહ્યો છે. સ્મશાનગૃહમાં એક શબવાહિનીમાં 2-2 મૃતદેહને લાવવાની ફરજ પડી રહી છે.

સુરતમાં કોરોનાની સ્થિતિ ગંભીર બનતા તેમજ મોતના પગલે કેન્દ્રીય ટીમ પણ આવી છે. સુરતમાં કેન્દ્રીય આરોગ્ય ટીમે કલેક્ટર, કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી સ્થિતિની સમીક્ષા કરી હતી.