Not Set/ રાજકોટ, ભાજપની નફ્ફટાઈ : મંત્રી અને અધિકારી માટે કુલર, તો બિચારા વિધ્યાર્થીઓને પંખા પણ નસીબ નહીં

રાજકોટના રેસકોર્સ મેદાનમાં નેશનલ સ્પોર્ટડેની ઉજવણીના ભાગરૂપે ફિટ ઇન્ડીયા અભિયાનની વિડીયો કોન્ફરનસનું આયોજન થયું હતું. જેમાં ભાજપ રાજકોટની નફ્ફટાઇ આંખે ઉડીને વળગે તેવી હતી. આ સમારોહમાં રમત ગમત મંત્રી ઇશ્વર પટેલ સહીત અધિકારીઓ હાજર રહ્યાં હતા. અહીં રાજકોટ સહીત આસપાસના અનેક વિધાર્થીઓથી ડોમ હાઉસફૂલ જોવા મળ્યો હતો. પણ આ પ્રસંગમાં બે અલગ -અલગ દ્રશ્યો  જોવા […]

Top Stories Gujarat Rajkot Videos
mendhar 2 રાજકોટ, ભાજપની નફ્ફટાઈ : મંત્રી અને અધિકારી માટે કુલર, તો બિચારા વિધ્યાર્થીઓને પંખા પણ નસીબ નહીં

રાજકોટના રેસકોર્સ મેદાનમાં નેશનલ સ્પોર્ટડેની ઉજવણીના ભાગરૂપે ફિટ ઇન્ડીયા અભિયાનની વિડીયો કોન્ફરનસનું આયોજન થયું હતું. જેમાં ભાજપ રાજકોટની નફ્ફટાઇ આંખે ઉડીને વળગે તેવી હતી. આ સમારોહમાં રમત ગમત મંત્રી ઇશ્વર પટેલ સહીત અધિકારીઓ હાજર રહ્યાં હતા.

2 fen રાજકોટ, ભાજપની નફ્ફટાઈ : મંત્રી અને અધિકારી માટે કુલર, તો બિચારા વિધ્યાર્થીઓને પંખા પણ નસીબ નહીં

અહીં રાજકોટ સહીત આસપાસના અનેક વિધાર્થીઓથી ડોમ હાઉસફૂલ જોવા મળ્યો હતો. પણ આ પ્રસંગમાં બે અલગ -અલગ દ્રશ્યો  જોવા મળ્યા હતા. પહેલા દ્રશ્યમાં સ્ટેજ પર બેઠેલા મહાનુભાવો કુલરની ઠંડી હવા ખાઇ રહયા હતા. તો બીજી તરફ વિધાર્થીઓ પૂંઠા વિઝીને ગરમી દૂર કરવાનો પ્રયાસ કરી રહયા હતા. ખુદ મંત્રી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓએ  સ્ટેજ પર મોંઘાદાટ કુલરની ઠંડી હવા લેતા લેતા વડાપ્રધાનને સાંભળ્યા હતા, તો બીજી તરફ પરાણે બોલાવેલા વિદ્યાર્થીઓના નસીબમાં પંખાની હવા પણ નહોતી મળી. કાર્યક્રમમાં પંખા તો હતા પરંતુ તે બંધ હાલતમાં હતા.

1 fen રાજકોટ, ભાજપની નફ્ફટાઈ : મંત્રી અને અધિકારી માટે કુલર, તો બિચારા વિધ્યાર્થીઓને પંખા પણ નસીબ નહીં

જેને લઇ વિદ્યાર્થીઓ આવી ગરમીના પ્રકોપમાં મુશ્કેલીમા મુકાયા હતા અને પોતાના હાથમાં કાગળ અને પુ્ઠા હતા તેનાથી હવા ખાતા નજરે પડ્યા હતા. કાર્યક્રમ દરમિયાન રમત ગમત મંત્રી ત્રણ ત્રણ કુલરની ઠંડી હવા ખાઇ રહ્યા હતા.  ત્યારે બીજી તરફ વિદ્યાર્થીઓની હાલત કફોડી બની હતી અને ગરમીમાં નીતરતા હતા. મંત્રી અને ભાજપના ધારાસભ્ય આ દ્રશ્ય જોતા હતા છતાં કોઇએ તસ્દી સુદ્ધા લીધી નહીં. કોઇનું પેટનું પાણી હલ્યું નહીં અને સૌ કોઇ મોદીને સાંભળતા હોય તેવો ડોળ કરી ફોટા પડાવવામાં જ મગ્ન હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.