Not Set/ લિટલ માસ્ટર સચિન તેંડુલકર પીએમ મોદીનાં Fit India Campaign માં જોડાયા

ક્રિકેટનાં ભગવાન કહેવાતા લિટલ માસ્ટર સચિન તેંડુલકર દરેક સારા કાર્યો સાથે જોડાય છે. હવે સચિન તેંડુલકરે ફીટ ઈન્ડિયા અભિયાનમાં જોડાતા એક નવી શરૂઆત કરી છે. જ્યારે સચિન પોતે ક્રિકેટ રમતો હતો, ત્યારે તે ખૂબ જ ફીટ હતો. સ્પોર્ટ્સ ડે નિમિત્તે સચિને તેના ટ્વિટર હેન્ડલ પરથી બે વીડિયો શેર કર્યા છે, જે સંદેશ આપી રહ્યા છે. […]

Uncategorized
who is who sports sachin tendulkar લિટલ માસ્ટર સચિન તેંડુલકર પીએમ મોદીનાં Fit India Campaign માં જોડાયા

ક્રિકેટનાં ભગવાન કહેવાતા લિટલ માસ્ટર સચિન તેંડુલકર દરેક સારા કાર્યો સાથે જોડાય છે. હવે સચિન તેંડુલકરે ફીટ ઈન્ડિયા અભિયાનમાં જોડાતા એક નવી શરૂઆત કરી છે. જ્યારે સચિન પોતે ક્રિકેટ રમતો હતો, ત્યારે તે ખૂબ જ ફીટ હતો. સ્પોર્ટ્સ ડે નિમિત્તે સચિને તેના ટ્વિટર હેન્ડલ પરથી બે વીડિયો શેર કર્યા છે, જે સંદેશ આપી રહ્યા છે. સચિને જે વીડિયો શેર કર્યો છે તેમાંથી એક 45 સેકન્ડનો છે અને બીજો 1 મિનિટનો છે, જેમાં સચિન મિત્રો સાથે ટેનિસ રમતા જોવા મળી શકે છે.

સચિને શેર કરેલી પહેલી વિડિયોમાં લખ્યુ છે કે, સેન્ટ એન્થોનીનાં વૃદ્ધાશ્રમની મહિલાઓ સાથે થોડો સમય વિતાવ્યો. તેમણે જે પ્રેમ બતાવ્યો તેનાથી હુ ધન્ય થયો. કેરમ રમવા માટે તેમના ઉત્સાહની કોઈ મર્યાદા નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એકદમ યોગ્ય કહ્યુ, રમત અને જ્ઞાન દરેક માટે છે. આ વીડિયોમાં સચિન કેટલીક વૃદ્ધ મહિલાઓ સાથે કેરમ રમતો નજરે પડે છે. દરેકમાં ઘણો ઉત્સાહ છે.

થોડા સમય બાદ સચિને બીજો વિડિયો શેર કર્યો જેમાં લખ્યું, મિત્રો સાથેનો દિવસ હંમેશા આનંદદાયક હોય છે. ખાસ કરીને જ્યારે તેમાં રમત શામેલ હોય. તમે એકબીજાને પડકાર આપો અને ફિટ રહો, આ સારો સમય હતો. તમે તમારા મિત્રો સાથે કઈ રમત રમી રહ્યા છો?

આપને જણાવી દઇએ કે, 29 ઓગષ્ટને રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ધ્યાનચંદનો જન્મ દિવસ છે. જેને હોકીનો જાદુગર કહેવામાં આવે છે. આ પ્રસંગે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દિલ્હીનાં ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ફીટ ઇન્ડિયા અભિયાનનો પ્રારંભ કર્યો હતો. આ સાથે તેમણે દેશવાસીઓને ફિટ રહેવા અપીલ કરી હતી અને ફીટ કેવી રીતે રહેવું તે પણ જણાવ્યું હતું.

નરેન્દ્ર મોદીએ કહે છે કે, મેજર ધ્યાનચંદનાં જન્મદિવસની યાદમાં, હું આજે ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ શરૂ કરવા બદલ રમત મંત્રાલયને અભિનંદન પાઠવુ છુ. મને ખુશી છે કે છેલ્લા પાંચ વર્ષમાં આ દિશામાં જે પ્રયાસ કરવામાં આવ્યા તેનો લાભ અમે આજે દેખી રહ્યા છીએ. રમતગમતનો સીધો સંબંધ તંદુરસ્તી સાથે છે. આપણી સંસ્કૃતિમાં હંમેશાં તંદુરસ્તી પર ઘણુ ભાર આપવામાં આવે છે. તંદુરસ્તી એ એક શબ્દ નથી, સ્વસ્થ જીવનની એક સ્થિતિ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.