દુષ્કર્મ/ રાજકોટમાં BJP મહિલા ઉપપ્રમુખના પતિએ પરણિતા પર દુષ્કર્મ કરી ઉતાર્યો વીડિયો

ઉપલેટામાં રહેતી અને એડવોકેટ હિરેન ગલાણીની ઓફ્સિમાં નોકરી કરતી પરિણીતાએ ઉપલેટા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી

Top Stories Gujarat Rajkot
ભાજપ મહિલા ઉપપ્રમુખના પતિ
  • રાજકોટમાં BJP મહિલા ઉપપ્રમુખના પતિનું કૃત્ય
  • મહિલા ઉપપ્રમુખના એડવોકેટ પતિએ આચર્યું દુષ્કર્મ
  • ઓફિસમાં કામ કરતી પરણિતા પર આચર્યું દુષ્કર્મ
  • સમગ્ર મામલે નોંધાઈ ફરિયાદ

રાજકોટ ભાજપના મહિલા ઉપપ્રમુખ સામે તેમની ઓફિસમાં કામ કરતી પરિણીત મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોધાવી છે. ભાજપ મહિલા ઉપપ્રમુખના પતિ એડવોકેટ તરીકે ફરજ બજાવે છે. પરંતુ પરિણીતા મહિલાની ફરિયાદથી રાજકોટ ભાજપમાં હલચલ મચી ગઈ છે. જો કે ભાજપ અગ્રણીના પતિનો દાવો છે કે આ બધું પરિણીતા પૈસા પડાવવા માટે કરી રહી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ઉપલેટામાં રહેતી અને ભાજપ મહિલા ઉપપ્રમુખના પતિ એડવોકેટ હિરેન ગલાણીની ઓફ્સિમાં નોકરી કરતી પરિણીતાએ ઉપલેટા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.  પરિણીતાએ ફરિયાદયાદમાં જણાવ્યું હતું કે ત્રણેક માસ પહેલા તેને એડવોકેટ હિરેનની ઓફ્સિમાં નોકરી શરુ કરી હતી તે દરમ્યાન તેને પ્રેમજાળમાં ફ્સાવી તેણીની મરજી વિરુદ્ધ ઓફ્સિમાં જ દુષ્કર્મ આચરી ધાક ધમકી આપી હોવાનું જણાવ્યું હતું.  અને તેણીનો ન્યુડ વીડિયો પણ ઉતાર્યો હતો. નોકરીના 20 થી 25 દિવસમાં જ એડવોકેટે આ કૃત્ય આચરતા નોકરી છોડી દીધી હતી.

દરમ્યાન હિરેન અવારનવાર ફોન કરી તેણીના ન્યુડ વીડિયો મારી પાસે છે હું કહું તેમ કરવાનું કહી અવારનવાર ધાક ધમકી આપતો હોવાનું  પણ જણાવ્યું હતું.  તેમજ વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી અવારનવાર યુવતીને ઘેરથી અવારનવાર લઇ જતો હતો. પરિણીતાના પતિને જાણ થઇ જતા તેની પત્નીને પૂછતાં સમગ્ર  હકીકત સામે આવી હતી. અને પોલીસમાં ફરિયાદ નોધાવી હતી.

એડવોકેટ હિરેન ગલાણીના પત્ની રાજકોટ જિલ્લા ભાજપના મહિલા મોરચાના ઉપપ્રમુખ છે. ભાજપના મહિલા આગેવાનના પતિ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા જિલ્લાભરમાં ચકચાર મચી ગઇ હતી.

PM Birthday/ તમારા મનપસંદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેટલા શિક્ષિત છે, જાણો તેમના જન્મદિવસ પર ખાસ વાત