Not Set/ ચાર્જમાં મુકેલો મોબાઈલ યુવાનને ભરખી ગયો,વીજ કરંટ લાગતા મોત

વડોદરા, વડોદરામાં એક યુવાનનું વીજ કરંટ લાગતા મોત થયું છે.આ યુવાને તેનો ફોન ચાર્જીગમાં મૂકી મોબાઈલ પર ફિલ્મ જોઈ રહેલો ત્યારે વીજ કરંટ લાગતા તેનું મોત થયું હતું. કામ પરથી ઘેર આવ્યા બાદ યુવાને મોબાઇલ ફોન ચાર્જમાં મૂક્યો હતો. તેની સાથે ફિલ્મ પણ મોબાઇલ પર જોઇ રહ્યો હતો. તે સમયે આ ઘટના બની હતી. વડોદરાના […]

Top Stories Gujarat Vadodara
aaa 3 ચાર્જમાં મુકેલો મોબાઈલ યુવાનને ભરખી ગયો,વીજ કરંટ લાગતા મોત

વડોદરા,

વડોદરામાં એક યુવાનનું વીજ કરંટ લાગતા મોત થયું છે.આ યુવાને તેનો ફોન ચાર્જીગમાં મૂકી મોબાઈલ પર ફિલ્મ જોઈ રહેલો ત્યારે વીજ કરંટ લાગતા તેનું મોત થયું હતું.

કામ પરથી ઘેર આવ્યા બાદ યુવાને મોબાઇલ ફોન ચાર્જમાં મૂક્યો હતો. તેની સાથે ફિલ્મ પણ મોબાઇલ પર જોઇ રહ્યો હતો. તે સમયે આ ઘટના બની હતી.

વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલા પરશુરામ ભઠ્ઠા ભાથુજીનગરમાં મૂળ યુ.પી.નો વતની શિવભારતી બાબુભારતી ભારતી નામનો અઢાર વર્ષનો યુવાન ભાડાના મકાનમાં રહેતો હતો. વડોદરામાં જ ફર્નિચરનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો.

બુધવારે મોડી સાંજે કામ પરથી આવ્યા બાદ શિવ મોબાઇલ ફોન ચાર્જમાં મૂકીને ફિલ્મ જોતો હતો તે સમયે  એકાએક મોબાઇલ ચાર્જરના કેબલમાં કરંટ લાગતા તે ફંગોળાઇ ગયો હતો.

શિવભારતીએ ચિસો પાડતા જ ઘરમાં હાજર તેનો ભાઇ તેની પાસે દોડી આવ્યો હતો. આ સાથે સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા. શિવને તુરંત જ હોસ્પિટલમાં લઇ જવાની તૈયારી કરી હતી. પરંતુ હોસ્પિટલમાં જતી વખતે રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું.

આ બનાવે વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી હતી. આ બનાવ અંગે પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.