કરોડો રૂપિયાની કરચોરી મામલે લાંચ માંગવાના કેસમાં સંડોવાયેલા પીઆઇ ઈરફાનુદ્દીન શેખની 24 કલાકની કસ્ટડી પુરી થયા બાદ આજે તેને સેસન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
ACB ની ટીમે આરોપી પીઆઇ શેખને મહિલા જજ પીસી ચૌહાણ ની કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. આ માટે એસીબી તરફથી 13 જેટલા લેખિત કારણોને પણ રજૂ કરાયા હતા.
આરોપી પીઆઇની રિમાન્ડ માટેની પ્રક્રિયા કોર્ટમાં હાથ ધરાતા બંને પક્ષોએ પોતાની તરફથી દલીલો રજૂ કરી હતી. જે કોર્ટે ગંભીરતાથી નોંધ કરીને આરોપીના 22મી નવેમ્બર સુધીના એટલે 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.