Politics/ જુલાઈ આવી ગઈ, વેક્સિન આવી નથી : રાહુલ ગાંધી

દેશમાં તાજેતરમાં કોરોનાની બીજી લહેર શાંત થઇ ગઇ હોય તે મુજબ દૈનિક કેસ સામે આવી રહ્યા છે. ત્યારે દેશમાં વેક્સિનને લઇને રાજનીતિ ગરમાવા લાગી છે.

Top Stories Trending
asdq 37 જુલાઈ આવી ગઈ, વેક્સિન આવી નથી : રાહુલ ગાંધી

દેશમાં તાજેતરમાં કોરોનાની બીજી લહેર શાંત થઇ ગઇ હોય તે મુજબ દૈનિક કેસ સામે આવી રહ્યા છે. ત્યારે દેશમાં વેક્સિનને લઇને રાજનીતિ ગરમાવા લાગી છે. તાજેતરમાં કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કટાક્ષ કરતા ટ્વીટ કર્યુ છે. કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કોરોના વેક્સિનનાં અભાવ અંગે તેમણે ટ્વીટ કર્યું છે. જેમા તેમણે લખ્યુ કે, જુલાઈ આવી ગઈ, રસી આવી નથી.

વિદેશમાં ભણતર આસાન / આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે UK એ શરૂ કર્યા નવા પોસ્ટ સ્ટડી વર્ક વિઝા

આ અગાઉ રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટનાં કોરોનાનાં કારણે થયેલા મોતની વળતરનાં નિર્ણય અંગે પણ નિશાન સાધ્યું હતું. બીજી તરફ, કેન્દ્રએ સ્પષ્ટ કર્યું છે કે જુલાઈમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લગભગ 12 કરોડ ડોઝ આપવામાં આવશે. આ સાથે રસીકરણ અભિયાનને વધુ વેગવાન બનાવશે. આ અગાઉ કેન્દ્ર તરફથી રાહત પેકેજ પર રાહુલ ગાંધીએ એક ટ્વિટમાં કહ્યું હતું કે, નાણાંમંત્રીનાં આર્થિક પેકેજને જીવન, ખોરાક, મેડિકલ બીલ, શાળા ફી પર કોઇ ખર્ચ કરી શકે નહીં. પેકેજ નહીં, માત્ર એક છેતરપિંડી છે. સીતારામને 6,28,993 કરોડનાં આઠ રાહત ઉપાયોની જાહેરાત કર્યાનાં એક દિવસ પછી તેમની આવી ટિપ્પણી સામે આવી હતી.

11 44 જુલાઈ આવી ગઈ, વેક્સિન આવી નથી : રાહુલ ગાંધી

હાય ગરમી / દિલ્હીમાં જુલાઈની શરૂઆત રહી ગરમ, તૂટ્યો 90 વર્ષનો રેકોર્ડ

તેમણે વધુમાં લખ્યું છે કે, પેટ્રોલ-ડીઝલ કર વસૂલાતનો એક નાનો ભાગ કોવિડ પીડિતોનાં પરિવારોને વળતર આપી શકાય છે – આ તેમની જરૂરિયાત છે, અધિકાર છે. મોદી સરકારે આપત્તિમાં જાહેર સહાયની આ તકથી પીછેહઠ ન કરવી જોઈએ. આપને જણાવી દઇએ કે, તાજેતરમાં દેશમાં ઓછા સામે આવી રહેલા કોરોનાનાં કેસ જોતા આપણે એવુ ન સમજવુ જોઇએ કે, આપણા જીવનમાંથી કોરોનાવાયરસ ચાલ્યો ગયો છે. તમે વિચારતા હશો કે કેમ આવુ કહેવામાં આવી રહ્યુ છે. આપને જણાવી દઇએ કે, દેશમાં ત્રીજી લહેર આવવાની પૂરી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. વળી સરકાર પણ ત્રીજી લહેરને લઇને ચિંતિત છે.

સુનંદા પુષ્કર કેસ / શશી થરૂરની પત્નીનાં મોત મામલે આજે સુનાવણી, થરૂરની વધી શકે છે મુશ્કેલીઓ

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.હર્ષવર્ધન એ કહ્યું છે કે, જુલાઇમાં કોરોના વેક્સિનનાં સપ્લાય અંગે રાજ્યોને પહેલેથી જ જાણ કરી દેવામાં આવી છે. આ મહિનામાં કુલ 12 કરોડ ડોઝ આપવામાં આવશે. આ માહિતી 15 દિવસ પહેલા રાજ્યો સાથે દૈનિક સપ્લાય વિશેની માહિતી સાથે શેર કરવામાં આવી હતી. રાહુલ ગાંધીનાં ટ્વીટ પછી આરોગ્ય મંત્રી ડો.હર્ષવર્ધને આનો જવાબ આપ્યો છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે, તેમણે એક દિવસ અગાઉ જુલાઈમાં રસીની ઉપલબ્ધતા વિશે માહિતી આપી દીધી હતી. રાહુલ ગાંધીની સમસ્યા શું છે, તે વાંચતા નથી? તેમણે કટાક્ષ કરતા કહ્યુ કે, અહંકાર અને અજ્ઞાનતાની કોઈ વેક્સિન નથી.

Footer 1 જુલાઈ આવી ગઈ, વેક્સિન આવી નથી : રાહુલ ગાંધી