Not Set/ દિલ્હીમાં જુલાઈની શરૂઆત રહી ગરમ, તૂટ્યો 90 વર્ષનો રેકોર્ડ

દેશમાં જ્યારે વરસાદી સીઝન શરૂ થવી જોઇએ ત્યારે સખત ગરમી પડી રહી છે. જુનમાં ગરમીથી કંટાળી ગયેલા લોકોને જુલાઈમાં પણ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે.

Top Stories Trending

દેશમાં જ્યારે વરસાદી સીઝન શરૂ થવી જોઇએ ત્યારે સખત ગરમી પડી રહી છે. જુનમાં ગરમીથી કંટાળી ગયેલા લોકોને જુલાઈમાં પણ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. જણાવી દઇએ કે, જુલાઈમાં પણ ગરમીએ રેકોર્ડ બનાવવાનું ચાલુ રાખ્યું છે. ભારે ગરમીનો સામનો કરી રહેલા દિલ્હી, પંજાબ સહિત કેટલાક રાજ્યોને હાલમાં બે દિવસ રાહત મળે તેવી સંભાવના નથી.

રાજકારણ / દેશ પર પડી રહેલી મોંઘવારીની માર પર રાહુલનો PM મોદીને ટ્વીટ મારફતે કટાક્ષ

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં જુલાઇની શરૂઆતમાં ગરમીએ 90 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ચોમાસાની સીઝનમાં દિલ્હીમાં છેલ્લા ત્રણ દિવસથી લોકો તીવ્ર ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. જો કે હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ શુક્રવારે થોડી રાહતની સંભાવના છે. વરસાદની સંભાવના સાથે આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે. જો કે તાપમાનમાં કંઈક અંશે ઘટાડો થશે, પરંતુ ભેજમાં વધારો થશે. જુલાઈનાં પહેલા દિવસે તાપમાન 43.6 ડિગ્રીએ પહોંચ્યું હતું. તે સામાન્ય કરતા 6 ડિગ્રી વધારે રહ્યુ હતુ. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, 1 જુલાઇ, 1931 નાં રોજ તાપમાન 45 ડિગ્રી પર પહોંચી ગયું હતું. જુલાઈમાં બે વાર, 5 જુલાઈ 1987 અને 2 જુલાઈ, 2012 નાં રોજ, તાપમાન 43.5 ડિગ્રી નોંધાયું હતું. ગુરુવારે મંગેશપુરમાં તાપમાન 45.2 ડિગ્રીએ પહોંચી ગયું હતું. તે નજફગઢમાં 44 ડિગ્રી, પીતમપુરામાં 44.3 ડિગ્રી રહ્યુ હતુ. લઘુત્તમ તાપમાન પણ વધીને 31.7 ડિગ્રી નોંધાયું હતું. આ સામાન્ય કરતા ચાર ડિગ્રી વધારે છે. તે આ સીઝનની સૌથી ગરમ સવાર હતી. પિતમપુરામાં લઘુત્તમ તાપમાન 35.2 ડિગ્રી અને પુસામાં 35 ડિગ્રી રહ્યુ હતું.

સુનંદા પુષ્કર કેસ / શશી થરૂરની પત્નીનાં મોત મામલે આજે સુનાવણી, થરૂરની વધી શકે છે મુશ્કેલીઓ

સ્થાનિક હવામાન વિભાગનાં વડા ડો.કુલદીપ શ્રીવાસ્તવે કહ્યું કે, શુક્રવારે ગરમીથી થોડી રાહત મળશે. અહી આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે. 40 થી 50 કિ.મી.ની ઝડપે ધૂળથી ભરેલા ગરમ પવન ફૂંકાશે. કેટલાક સ્થળોએ વરસાદ પડી શકે છે. મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે. જોકે, કેટલાક સ્થળોએ ગરમીનું મોજું આવવાની સંભાવના છે. ઝરમર વરસાદ બે દિવસ ચાલશે, પરંતુ તેનાથી વધારે અપેક્ષા રાખવી અર્થહીન છે. 4 જુલાઈથી ફરી એકવાર હવામાન શુષ્ક બની જશે. 7 જુલાઈ સુધી મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી ઉપર રહેશે. 7 મી જુલાઈ પછી ચોમાસું આગળ વધશે. રાજધાનીમાં જૂનમાં ઓછો વરસાદ થયો છે, પરંતુ વરસાદનો આ અભાવ જુલાઈમાં પુરો થાય તેવી સંભાવના છે. જુલાઈ મહિનો રાજધાની માટે સૌથી વધુ વરસાદનો બીજો મહિનો રહે છે. સામાન્ય રીતે, રાજધાનીમાં આ મહિનામાં 210.6 મીમી વરસાદ પડે છે, જ્યારે ઓગસ્ટમાં સૌથી વધુ વરસાદ 247.7 મીમી પડે છે.