Not Set/ સાઉદી અરેબીયાએ નાગરિકોને આપી ચેતવણી, ભારત સહિત આ 16 દેશોની કરી મુસાફરી તો…

સાઉદી અરેબીયાએ ભારત સહિત તેના કોવિડ-19 ‘રેડ લિસ્ટ’ માં સમાવિષ્ટ દેશોમાં મુસાફરી કરતા નાગરિકો પર ત્રણ વર્ષ માટે મુસાફરી પ્રતિબંધ અને ભારે દંડની જાહેરાત કરી છે.

Top Stories World
1 34 સાઉદી અરેબીયાએ નાગરિકોને આપી ચેતવણી, ભારત સહિત આ 16 દેશોની કરી મુસાફરી તો...

સાઉદી અરેબીયાએ ભારત સહિત તેના કોવિડ-19 ‘રેડ લિસ્ટ’ માં સમાવિષ્ટ દેશોમાં મુસાફરી કરતા નાગરિકો પર ત્રણ વર્ષ માટે મુસાફરી પ્રતિબંધ અને ભારે દંડની જાહેરાત કરી છે.

1 32 સાઉદી અરેબીયાએ નાગરિકોને આપી ચેતવણી, ભારત સહિત આ 16 દેશોની કરી મુસાફરી તો...

આ પણ વાંચો – સંબોધન / પીએમ મોદી NEP ના એક વર્ષ પછી દેશને સંબોધન કરશે, શિક્ષણને લગતા ઘણા કાર્યક્રમો શરૂ કરશે

મંગળવારે ગલ્ફ ન્યૂઝે સાઉદી પ્રેસ એજન્સી (એસપીએ) નાં સમાચારને ટાંકીને કહ્યું કે, ‘પ્રતિબંધિત દેશોની યાત્રા ભલે કોવિડ-19 સંબંધિત મુસાફરી પ્રતિબંધો અને સાઉદી અરેબીયાનાં અપડેટ કરેલા સૂચનોનું ઉલ્લંઘન છે.’ એસપીએ એ અહેવાલ આપ્યો છે કે, સાઉદી ગૃહ મંત્રાલયનાં એક અધિકારીએ તાજેતરમાં બિન મુસાફરી કરાયેલા દેશોની મુસાફરી વિરુદ્ધ સાઉદી નાગરિકોને ચેતવણી આપી છે કારણ કે આ દેશોમાં કોવિડ-19 નાં કેસોની સંખ્યામાં અને સ્વરૂપમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. રેડ લિસ્ટમાં સંયુક્ત અરબ અમીરાત, લીબિયા, સીરિયા, લેબનાન, યમન, ઈરાન, તુર્કી, આર્મેનિયા, ઇથોપિયા, સોમાલિયા, કોંગો, અફઘાનિસ્તાન, વેનેઝુએલા, બેલારુસ, ભારત અને વિયેટનામ જેવા દેશ સામેલ છે.

1 33 સાઉદી અરેબીયાએ નાગરિકોને આપી ચેતવણી, ભારત સહિત આ 16 દેશોની કરી મુસાફરી તો...

આ પણ વાંચો – આસામ સરકારનો મહત્વનો નિર્ણય / ઓલિમ્પિક, કોમનવેલ્થ અને એશિયન ગેમ્સના મેડલ વિજેતાઓને સરકારી નોકરી મળી શકશે

એસપીએ એ સૂત્રને ટાંકીને કહ્યું કે, અધિકારીઓ દ્વારા જારી નિર્દેશોનું ઉલ્લંઘન કરતા નાગરિકોનાં પ્રતિબંધિત દેશોની મુસાફરી કરવાની સૂચના છે. સુત્રનું કહેવુ છે કે, “જે લોકો મુસાફરી પ્રતિબંધનું ઉલ્લંઘન કરે છે તેના માટે તે જવાબદાર ગણવામાં આવશે અને તેમના પર ભારે દંડ ફટકારવામાં આવશે,”. સૂચનાઓનું ઉલ્લંઘન કરનારા લોકો પર ત્રણ વર્ષ માટે વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. મંત્રાલયે લાલરેડ લ્સિટવાળા દેશોમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે મુસાફરી કરવા સામે નાગરિકોને ચેતવણી આપી છે. નોંધપાત્ર વાત એ છે કે, મંગળવારે સાઉદી અરેબિયામાં કોરોના વાયરસનાં કુલ કેસની સંખ્યા વધીને 5,20,774 થઈ ગઈ છે, જેમાં 11,136 દર્દીઓ સારવાર હેઠળ છે. સંક્રમણનાં કારણે અત્યાર સુધીમાં 8,189 લોકોનાં મોત નીપજ્યાં છે.