કહેવાય છે કે, બ્રાન્ડ હોય એટલે પછી જોવુ પડે નહી. અહી સારૂ જ હશે હાઈજેનીક જ હશે એવી એક છાપ ઉભી થઈ રહી છે ત્યારે વળી એક હચમચાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ વિવાદ ઓનેસ્ટ હોટલનો સામે આવ્યો છે. જ્યા એનસીપી નેતા રેશ્મા પટેલે મંગાવેલા ઢોસામાં જીવાત નિકળવાનો બનાવ સામે આવ્યો છે.
ફરી એક વખત ઓનેસ્ટ હોટલ વિવાદમાં આવી છે. આ વખતે રેશ્મા પટેલ પોતાની પાર્ટીનાં ઉમેદવારનો ચૂંટણી કાર્યકર્મ પૂર્ણ કરીને ઓનેસ્ટ હોટેલમાં જમવા ગયા હતા, ત્યારે તેમણે મસાલા ઢોંસાનો ઓર્ડર આપ્યો હતો, જેમાંથી કાળી જીવાત નીકળતા રેશ્મા પટેલે હોટલ સંચાલકોનો ઉધડો લીધો હતો અને આ હોટેલ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
પાટણ જીલ્લાનાં રાધનપુર ખાતેનાં વારાહી રોડ પર આવેલ ઓનેસ્ટ હોટેલ છેલ્લા કેટલાય દિવસથી તેની ગુણવત્તાને લઈને વિવાદમાં આવી રહી છે. આપને જણાવી દઇએ કે, એનસીપી નેતા રેશ્મા પટેલ કે જેવો પોતાની પાર્ટીનાં ઉમેદવારનાં ચૂંટણી કાર્યકર્મ પૂર્ણ કરીને ઓનેસ્ટ હોટેલમાં જમવા ગયા હતા ત્યારે તેવોએ એક મસાલા ઢોંસાનો ઓર્ડર આપ્યો હતો, જેમાં જે ઢોંસો પીરસવામાં આવ્યો તેમાં કાળી જીવાત નીકળતા રેશ્મા પટેલે હોટેલ સંચાલકોનો ઉધડો લીધો હતો અને આ હોટેલ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સાથે તેમણે આરોગ્ય વિભાગને પણ જાણ કરી હતી કે લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી આ હોટેલ ની આ બેદરકારી ક્યારેય ચલાવી લેવામાં ના આવે. આ હોટેલ પોતાના બીલમાં પણ ઉઘાડી લૂંટ કરતી હોય તેવા તેના ભાવ છે છતાં પણ આ હોટેલ જીવાતવાળું ભોજન પીરસી રહી છે તે બાબત ગંભીર છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા ઓનેસ્ટ હોટલમાં આવેલા પરિવારને ઢોસામાંથી જ એક વંદો મળી આવ્યો હતો. જેથી પરિવારે મેનેજરને જાણ કરી હતી પરંતુ મેનેજરે તે સમયે પોતાની રેસ્ટોરેન્ટનો બચાવ કર્યો હતો. જો કે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.