Ahmedabad/ યુવકને “વન સાઈડ લવ” કરવો પડ્યો ભારે, યુવતીએ નોંધાવી છેડતીની ફરિયાદ

જોયાની સાથે મિત્રતા કરવા માટે મારૂફ અનેક પ્રયત્નો કરતો હતો.પરંતુ, જોયા તેની એક પણ વાતોમાં આવતી નહતી. અને તેનાથી પીછો છોડાવાની કોશિશ કરતી હતી.

Ahmedabad Gujarat
a 40 યુવકને "વન સાઈડ લવ" કરવો પડ્યો ભારે, યુવતીએ નોંધાવી છેડતીની ફરિયાદ

@રીઝવાન શેખ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ 

વન સાઈડ પ્રેમમાં પાગલ થઈને મજનુ બનીને ફરતા યુવકે જાહેર રોડ પર યુવતીની છેડતી કરી છે. અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહેતી 20 વર્ષીય જોયા ( નામ બદલેલ છે ) કોલેજમાં અભ્યાસ કરે છે. તેના જ વિસ્તારમાં રહેતા મારૂફ રંગરેજ ને ઘણા સમયથી જોયા થી પ્રેમ હતો.

જોયાની સાથે મિત્રતા કરવા માટે મારૂફ અનેક પ્રયત્નો કરતો હતો.પરંતુ, જોયા તેની એક પણ વાતોમાં આવતી નહતી. અને તેનાથી પીછો છોડાવાની કોશિશ કરતી હતી.

વન સાઈડ પ્યારમાં પાગલ બની ગયેલા મારૂફે એટલી હદે જોયાને હેરાન કરવાનું શરૂ કર્યું હતું કે આખરે કંટાળીને તેણે આ વાત પોતાના માતા પિતાને જણાવી દીધી હતી.

માતા પિતાએ આ વાત સાંભળીને મારૂફને સમજાવવાની કોશિશ કરેલ કે અમારી દિકરીને હેરાન કરવાનું બંધ કરી દે નહિતર તેઓ કાયદેસરની કાર્યવાહી કરવા તૈયાર છે.

મારૂફના મગજમાં ફકત એક જ નશો ચડી ગયો હતો કે, જોયાની સાથે કોઈ પણ કિંમતે મિત્રતા કરવી છે. અને તેણે ગઈ કાલે જ્યારે જોયા દાણીલીમડા રોડ પરથી પસાર થઈ રહી હતી. ત્યારે તેની જાહેરમાં છેડતી કરી દીધી હતી. ઘબરાઈ ગયેલી જોયાએ દાણીલીમડા પોલીસનો સંપર્ક સાધીને મારૂફ વિરૂદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો