Not Set/ AIIMS મામલે વડોદરાના તબીબોનો વિરોધ, આગામી દિવસોમાં ઉગ્ર વિરોધના એંધાણ

વડોદરા, રાજકોટમાં એમ્સ (AIIMS)ની સતાવાર જાહેરાત થતાં વડોદરામાં વિરોધનો વંટોળ ઉઠયો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી વડોદરામાં ઠેરઠેર વિરોધ ઉભો થવા પામ્યો છે. વડોદરાના શહેર અને જિલ્લાના ભાજપ તેમજ કોંગ્રેસના ધારાસભ્યોના વિરોધ બાદ હવે તબીબોએ પણ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. 20 ડિસેમ્બરે કન્ઝ્યુમર પ્રોટેક્શન બિલ 2018 પસાર કરાયું હતું. જેના પગલે ઇન્ડિયન મેડિકલ એસો.ના તબીબોએ […]

Gujarat Vadodara
mantavya 94 AIIMS મામલે વડોદરાના તબીબોનો વિરોધ, આગામી દિવસોમાં ઉગ્ર વિરોધના એંધાણ

વડોદરા,

રાજકોટમાં એમ્સ (AIIMS)ની સતાવાર જાહેરાત થતાં વડોદરામાં વિરોધનો વંટોળ ઉઠયો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી વડોદરામાં ઠેરઠેર વિરોધ ઉભો થવા પામ્યો છે.

વડોદરાના શહેર અને જિલ્લાના ભાજપ તેમજ કોંગ્રેસના ધારાસભ્યોના વિરોધ બાદ હવે તબીબોએ પણ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. 20 ડિસેમ્બરે કન્ઝ્યુમર પ્રોટેક્શન બિલ 2018 પસાર કરાયું હતું.

જેના પગલે ઇન્ડિયન મેડિકલ એસો.ના તબીબોએ કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવ્યો હતો. આ બીલથી સ્વાસ્થ્ય સેવા મોધી થશે. ગરીબ અને મધ્યમ વર્ગને સ્વાસ્થ્ય સેવા મોંઘી થતા અપ્રાપ્ય બનશે. આ અંગે સાંસદમાં પણ રજૂઆત કરવામાં આવશે. તેમજ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનના એંધાણ દેખાઇ રહયા છે.

એઈમ્સ માટે જે રીતે રાજકોટ અને વડોદરા વચ્ચે ખેંચતાણ ચાલી હતી તેવી જ ખેંચતાણ 20 વર્ષ પહેલા મેડીકલ કોલેજ માટે રાજકોટ અને ભાવનગર વચ્ચે ચાલી હતી.

રાજકોટમાં મેડીકલ કોલેજ માટે રાજકીય પક્ષોએ એકમંચ ઉપર આવીને લડત ચલાવી હતી. ભાવનગરમાંથી જનમત ઉભો થતા એક તબકકે મેડીકલ કોલેજ ત્યાં આપી દેવા માટે નિર્ણય થયેલો જેની સામે રાજકોટમાંથી પણ વળતી લડત આપવામાં આવેલી અને તેમાં મીડિયાએ પણ અસરકારક ભૂમિકા ભજવેલી. આખરે એકને બદલે બે મેડીકલ મંજૂર કરી 50-50 બેઠકની બે મેડીકલ કોેલેજ શરૃ થઈ હતી.