Political/ પ્રદેશ મહામંત્રી પ્રદીપ સિંહ વાઘેલાએ હાર્દિક પટેલના ભાજપમાં જોડાવવાના મામલે શું કહ્યું જાણો

 ગુજરાતની રાજનીતિમાં પાટીદાર ફેક્ટર કેવા સમીકરણો ઉભા કરે છે અને કઈ પાર્ટીને કયા નેતા લાભ પહોંચાડે તે આવનારો સમય દેખાડશે.

Top Stories Gujarat
1 252 પ્રદેશ મહામંત્રી પ્રદીપ સિંહ વાઘેલાએ હાર્દિક પટેલના ભાજપમાં જોડાવવાના મામલે શું કહ્યું જાણો

ગુજરાતમાં હાલ રાજકારણ ખુબ ગરમાયું છે, કોગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે પાર્ટીમાંથી રાજીનામું આપી દેતા રાજકિય સમીકરણ બદલાયા છે, વિધાનસભા પહેલા તેમનું રાજીનામું કોંગ્રેસ માટે આંચકો આપનાર છે. હવે પરિસ્થિતિ એ ઉદભવી છે કે હાર્દિક ક્યાં પક્ષમાં જોડાશે? ભાજપમાં સામેલ થવાની અટકળો સામે આવી રહી છે, પરતું ભાજપના રાજ્કીય નેતાઓ તેનાથી વિરૂદ્વ નિવેદન આપતાં પરિસ્થિતિ વધુ પેચીદી બની છે. ભાજપના મહામંત્રીએ કહ્યું કે હાર્દિકે અમારો સંપર્ક કર્યો નથી અને અમે પણ હાર્દિકનો સંપર્ક કર્યો નથી,ભાજપ દ્વાર તેમનાી માટે ખુલ્લા છે.

 ગુજરાતની રાજનીતિમાં પાટીદાર ફેક્ટર કેવા સમીકરણો ઉભા કરે છે અને કઈ પાર્ટીને કયા નેતા લાભ પહોંચાડે તે આવનારો સમય દેખાડશે. પરંતુ આગામી ચુંટણીમાં લઉવા અને કડવા પટેલના મત વહેંચાઈ શકે છે. ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાનું હાર્દિક પટેલ મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું છે કે, હાર્દિક પટેલે અમારો સંપર્ક કર્યો નથી, એટલે હાલમાં હાર્દિક પટેલના ભાજપમાં જોડાવાનો પ્રશ્ન નથી. હાર્દિક પટેલનો નિર્ણય એમનો વ્યક્તિગત નિર્ણય છે. અમારા સુધી હાર્દિક પટેલના કોઈ સમાચાર આવ્યા નથી. આગામી સમયમાં એમણે પોતે નિર્ણય કરવાનો છે કે ભાજપમાં જોડાવું કે નહીં.

પ્રદીપસિંહ વાઘેલાએ વધુમાં ઉમેર્યું હતું કે, હાર્દિક પટેલે આગામી સમયમાં પોતાની જાતે જ નિર્ણય કરવાનો છે કે તેમણે ભાજપમાં જોડાવવું જોઈએ કે નહીં. ભાજપના આ પ્રકારના નિવેદનથી એ સ્પષ્ટ થયુ છે કે, હાર્દિક માટે ભાજપના દ્વાર ખુલ્લા જ છે. હાર્દિક ભાજપમાં સામેલ થાય તો પાર્ટીના કોઈ પણ નેતાને વાંધો નથી.

આધારભૂત સૂત્રો દ્વારા ગાંધીનગરના કોબા સ્થિત પ્રદેશ ભાજપના કાર્યાલય કમલમ ખાતે 24 કે 26મી તારીખે 15 હજાર કાર્યકરો સાથે હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ શકે છે. લગભગ બે કે ત્રણ દિવસ પછી હાર્દિક પટેલ ગાંધીનગર સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કેસરિયો ધારણ કરી શકે છે . તો વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે. કોંગ્રેસના પૂર્વ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ 24 કે 26મી તારીખે ભાજપમાં જોડાઈ શકે છે.