West Bengal/ શેખ શાહજહાંની મુશ્કેલીઓ વધી, CBIના વધુ 8 દિવસના રિમાન્ડ

પૂર્વ TMC નેતા અને સંદેશખાલી કેસના આરોપી શેખ શાહજહાંની મુશ્કેલીઓ ઓછી નથી થઈ રહી. કોર્ટમાં તેની જામીન અરજી આજે ફરી એકવાર ફગાવી દેવામાં આવી હતી

Top Stories India Breaking News
YouTube Thumbnail 2024 03 14T192546.224 શેખ શાહજહાંની મુશ્કેલીઓ વધી, CBIના વધુ 8 દિવસના રિમાન્ડ

પૂર્વ TMC નેતા અને સંદેશખાલી કેસના આરોપી શેખ શાહજહાંની મુશ્કેલીઓ ઓછી નથી થઈ રહી. કોર્ટમાં તેની જામીન અરજી આજે ફરી એકવાર ફગાવી દેવામાં આવી હતી અને સીબીઆઈને વધુ આઠ દિવસના રિમાન્ડ આપ્યા છે. અગાઉ શાહજહાં ED અધિકારીઓ પર હુમલાના કેસમાં CBI રિમાન્ડ પર હતો.

અગાઉ 8 માર્ચે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના અધિકારીઓએ પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં TMCના પૂર્વ નેતા શાહજહાં શેખના ઘરે દરોડા પાડ્યા હતા. આપને જણાવી દઈએ કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ પર હુમલાની તપાસના સંબંધમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સસ્પેન્ડેડ નેતા શાહજહાં શેખના ઘરે આ દરોડા પાડવામાં આવ્યા હતા.

EDની ટીમ પર કરવામાં આવ્યો હતો પથ્થરમારો 

જણાવી દઈએ કે આ દરોડા ટીએમસી નેતા શેખ શાહજહાં વિરુદ્ધ સંદેશખાલી અને તેની આસપાસના વિસ્તારોમાં જમીન હડપ કરવાના આરોપમાં પાડવામાં આવ્યા છે. જણાવી દઈએ કે આ પહેલા EDની ટીમ 24 પરગણાના બાણગાંવ સ્થિત શાહજહાં શેખના ઘરે દરોડા પાડવા જઈ રહી હતી, તે દરમિયાન શાહજહાંના સમર્થકોએ ED ટીમ પર પથ્થરમારો કર્યો હતો. તમને જણાવી દઈએ કે શાહજહાં શેખ રાશન કૌભાંડ અને સંદેશખાલી કેસના આરોપી છે. સંદેશખાલી કેસ સામે આવ્યા બાદ શાહજહાં શેખ લાંબા સમયથી ગુમ હતો. આ પછી કલકત્તા હાઈકોર્ટના હસ્તક્ષેપ બાદ બંગાળ પોલીસે તેની ધરપકડ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:લોકસભા ચૂંટણી માટે બીજેપીની બીજી યાદી જાહેર, જાણો ગુજરાતમાં કોને મળી તક

આ પણ વાંચો:અક્ષરધામ મંદિર હુમલાના માસ્ટરમાઇન્ડનો 22 વર્ષ બાદ સામે આવ્યો વીડિયો

આ પણ વાંચો:2019 થી અત્યાર સુધી ખરીદ્યા 22,217 ઈલેક્ટોરલ બોન્ડ, 22,030 રોકડ: SCમાં SBIનું એફિડેવિટ

આ પણ વાંચો:લોકસભા ચૂંટણી: મોદીએ માત્ર 41 દિવસમાં 24 રાજ્યોનો કર્યો પ્રવાસ, PM 12 દિવસમાં 4 વખત પહોંચ્યા મમતાના ગઢમાં