Not Set/ હવે મંત્રીઓની જેમ અધિકારીઓ માટે પણ ‘નો રિપીટ’ થિયરી લાગુ પડશે

પૂર્વ મંત્રીઓના ત્યાં પીએ, પીએસ તરીકે રહી ચૂકેલા અધિકારીઓ માટે પણ ‘નો રિપીટ’ થિયરી લાગુ પડશે’ દરેક મંત્રીના ત્યાં નવા અધિકારીઓની નિમણૂક કરવાનો આગ્રહ રખાયો છે.

Top Stories Gujarat Others
નવા મંત્રીમંડળની

હાલમાં ગુજરાત મંત્રી મંડળનું ગઠન થયું છે. અને જેમાં તમામ દિગ્ગજ નેતા અને મંત્રીઓને ટાટા બાય બાય કહેવામાં આવ્યું છે.  નવા ઘડાયેલા મંત્રીમંડળમાં તમામ નવા મંત્રીઓની નિમણુંક કરવામાં આવી છે. ભાજપની આ ‘નો રિપીટ’ થિયરી અંગે જેટલા મોં તેટલી વાતો જોવા મળી રહ્યું છે. જો કે કેટલાકો લોકો આ થિયરીના વખાણ પણ કરી રહ્યા છે.

ગુજરાત ભાજપની ‘નો રિપીટ’ થિયરી અનુસાર હવે સરકારી મહેકમમાં અધિકારીઓ માટે પણ હવે નો રિપીટ થિયરી અપનાવવામાં આવશે. પૂર્વ મંત્રીઓના ત્યાં પીએ, પીએસ તરીકે રહી ચૂકેલા અધિકારીઓ માટે પણ ‘નો રિપીટ’ થિયરી લાગુ પડશે’ દરેક મંત્રીના ત્યાં નવા અધિકારીઓની નિમણૂક કરવાનો આગ્રહ રખાયો છે.

ભૂતકાળમાં મંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતા જે અધિકારીઓની છબી ખરડાઇ હશે તેમને રીપીટ નહીં જ કરવામાં આવે. ધારાસભ્ય અને કાર્યકરોમાં માન ના જળવાયું હોય તેવા પીએ અને પી એસ ને પણ નહીં  રિપીટ કરાય.  ભૂતપૂર્વ પીએ  અને પી એસ ને રિપીટ કરવા હશે તો મુખ્યમંત્રીની પૂર્વ મંજૂરી લેવી પડશે.

ભાવ ઘટશે ? / પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ અંગે આજે થઇ શકે છે મોટો નિર્ણય, જીએસટી કાઉન્સિલની આજે બેઠક

સરપ્રાઈઝ નિરીક્ષણની સજા..! / કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા સામાન્ય દર્દી બની હોસ્પિટલ ગયા તો ગાર્ડે ફટકારી લાકડી, પછી જાણો શું થયું ? 

ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભા ચૂંટણી પહેલા અનામત માટે આંદોલન થયું હતું. અને પરિણામ સ્વરૂપ 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને માત્ર 99 બેઠકો મળી શકી હતી. છેલ્લા બે દાયકામાં આ સૌથી નીચો આંકડો હતો. એવું માનવામાં આવે છે કે 2017 થી કે તેનાથી પણ ખરાબ પરિસ્થિતિ નાં સર્જાય માટે ભાજપ દ્વારા આ પગલું ભરવામાં આવ્યું હોવાનું સુત્રો દ્વારા જાણવા મળે છે.  ભાજપે મોટા પ્રમાણમાં પટેલ સમુદાયને પ્રતિનિધિત્વ આપ્યું છે. પાટીદાર સમાજ ઉપરાંત ઓબીસી સમાજના 6 મંત્રીઓને પણ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. ગુજરાતમાં ઓબીસી સમુદાયની સંખ્યા નોંધપાત્ર છે. આવી સ્થિતિમાં ભાજપે બંને મોટી વોટ બેન્કોને કેબિનેટમાં સ્થાન આપીને ચેનલાઈઝ કરવાનો પ્રયાસ કર્યો છે. આ સિવાય પાર્ટીએ આદિવાસી સમુદાયમાં પોતાની પકડ મજબૂત કરવાના સંકેત પણ આપ્યા છે. આદિવાસી સમુદાયના ૩ મંત્રીઓને નવા મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે.