વડોદરા/ સાવલીના માજી કોંગ્રેસ પ્રમુખના પુત્રનો મળ્યો મૃતદેહ, રહસ્યમય રીતે થયો હતો ગુમ

વડોદરાના સાવલીમાં માજી કોંગ્રેસ પ્રમુખના પુત્રનો મૃતદેહ મળ્યો છે.ઝુમકાલ ગામના તળાવમાંથી  માજી કોંગ્રેસ પ્રમુખના પુત્રનો મૃતદેહ મળી આવ્યો છે.

Gujarat Vadodara
મૃતદેહ
  • સાવલીના માજી કોંગ્રેસ પ્રમુખના પુત્રનો મળ્યો મૃતદેહ
  • પુત્રના ગુમ થવાના પ્રકરણમાં મળ્યો પુત્રનો મૃતદેહ
  • ઝુમકાલ ગામના તળાવમાંથી મળ્યો મૃતદેહ
  • પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
  • મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે પહોંચ્યા

વડોદરાના સાવલીમાં માજી કોંગ્રેસ પ્રમુખના પુત્રનો મૃતદેહ મળ્યો છે.ઝુમકાલ ગામના તળાવમાંથી  માજી કોંગ્રેસ પ્રમુખના પુત્રનો મૃતદેહ મળી આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, પુત્રના ગુમ થવાના પ્રકરણમાં પુત્રનો મૃતદેહ મળ્યો છે.ત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા.તેમજ ઘટનાની જાણ કરાતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી..

આપને જણાવી દઈએ કે, સાવલીના મંજુસર ગામેથી કોંગ્રેસ નેતાનો 22 વર્ષીય પુત્ર કુલદીપસિંહ વાઘેલા ગુમ થયાના મામલે તેની લાશ તળાવમાંથી મળી આવી છે. અલીન્દ્રા ઝુમકાલ ગામની સીમમાં આવેલ તળાવમાંથી કુલદીપસિંહ વાઘેલાની લાશ મળી આવી છે. આ ઘટનામાં ભાદરવા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો લઈ મોતનું ચોક્કસ કારણ જાણવા પીએમ કરાવવા તજવીજ હાથ ધરી છે. જોકે, ધંધાકીય હરીફાઇમાં કુલદીપસિંહ વાઘેલાની હત્યા કરાઈ હોવાની વાત વહેતી થઈ છે.

આ પણ વાંચો :ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્નિને આવ્યું કૉર્ટનું તેંડુ, 2018માં બની હતી આ ઘટના

આ પણ વાંચો :જસદણમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી પિતા-પુત્રએ ઝેરી દવા પીને ટૂંકાવ્યું જીવન

આ પણ વાંચો :ફરી ધ્રુજી કચ્છની ધરા, રાપરમાં અનુભવાયો 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

આ પણ વાંચો :ગુજરાત ટાઇટન્સને મોટો ફટકો, 2 કરોડમાં ખરીદાયેલો આ દિગ્ગજ બેટ્સમેને IPLમાંથી પાછું ખેંચ્યું નામ