Gujarat Election/ મતદાન મથક પર મોબાઇલ પ્રતિબંધ હોવાથી ઓળખની ડિજિટલ કોપી કે ઝેરોક્ષ નહીં ચાલે,ઓળખપત્ર સાથે રાખવો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 93 બેઠકો માટે આજે મતદાન થવાનું છે. જેમાં 14 જિલ્લાઓનો સમાવેશ થાય છે.

Gujarat Gujarat Assembly Election 2022
Mobile ban

Mobile ban:  ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 93 બેઠકો માટે આજે મતદાન થવાનું છે. જેમાં 14 જિલ્લાઓનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં મુખ્યમંત્રી, 8 મંત્રી અને 60 સિટીંગ ધારાસભ્યો સહિત ભાજપ, કોંગ્રેસ-NCP અને આપના 279 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે. જ્યારે કુલ ઉમેદવાર 833 છે.  આજે અમદાવાદ, વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, છોટા ઉદેપુરમાં પણ બીજા તબક્કાનું મતદાન શરુ થશે.અમદાવાદ શહેર અને જિલ્લાના તમામ મતદારો આજે થોડીવારમાં  સવારે 8.00થી સાંજના 5.00 કલાકે મતદાન શરૂ થશે. મતદાન મથક પર મોબાઇલ પ્રતિબંધ હોવાથી ડિઝીટલ કોપી અને ઝેરોક્ષ ચાલશે નહીં.

દરેક મતદારે મતદાર કાર્ડ (EPIC) કે પછી ચૂંટણી પંચ દ્વારા માન્ય 12 ઓળખપત્રોમાંથી કોઈ એક સાથે રાખવું અનિવાર્ય છે. ઓળખપત્રની ઝેરોક્ષ કે ડિજિટલ કૉપી સ્વીકાર્ય ગણાશે નહીં. મતદાન મથક પર મોબાઇલ પ્રતિબંધિત હોવાથી ડિઝિટલ ઓળખપત્રો દર્શાવી શકાશે નહીં, એટલે દરેક મતદારે માન્ય ઓળખપત્ર સાથે રાખવું જરૂરી રહેશે.

અમદાવાદ જિલ્લાના મતદાન મથકો અંગે જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, જિલ્લામાં કુલ 5,599 અને 11 પૂરક મતદાન મથકો ઊભાં કરવામાં આવ્યાં છે. જિલ્લાના 21 મતવિભાગોમાં દરેકમાં એક-એક મોડલ મતદાન મથક, દિવ્યાંગ મતદાન મથક અને ઇકો-ફ્રેન્ડલી મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યાં છે. મહિલા મતદાતાઓને પ્રોત્સાહન માટે કુલ 147 સખી મતદાન મથકો ઊભાં કરવામાં આવ્યાં છે.મતદાન પ્રક્રિયાની દેખરેખ માટે દરેક મતવિભાગમાં 20 એમ કુલ 420 માઇક્રો ઓબ્ઝર્વર નિયુક્ત કરવામાં આવ્યા છે. 2827 મતદાન મથકોનું વેબકાસ્ટિંગ કરવાની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે.

આદર્શ આચારસંહિતાનું અમદાવાદ જિલ્લામાં ચુસ્તપણે પાલન થઈ રહ્યું છે, એમ જણાવી જિલ્લા ચૂંટણી અધિકારીએ કહ્યું કે, આચારસંહિતાના અમલના ભાગરૂપે ફરિયાદ મળતાં જાહેર મિલકતો પરથી 62,098 તથા ખાનગી મિલકતો પરથી 3,739 પ્રચારસામગ્રી હટાવી લેવામાં આવી છે. અમદાવાદ જિલ્લાના કુલ 21 મત વિભાગોમાં 31,23,306 પુરુષ મતદારો, 28,81,224 સ્ત્રી, 209 અન્ય જાતિના સહિત કુલ 60,04,737 મતદારો છે. શાંતિપૂર્ણ મતદાનની વ્યવસ્થા માટે 23,785થી વધારે ચૂંટણીકર્મીઓ કાર્યરત છે

 

Gujarat Election 2022/ તીવ્ર રોષઃ ઓછું મતદાન ઉમેદવારોની ઉંઘ હરામ!

OPINION POLL/ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપ આટલી બેઠકો જીતશે! ઓપિનિયન પોલમાં આગાહી