@રમેશ પટેલ
Banaskantha News: પાલનપુર ડીસા હાઈવે પર આવેલા બાદરપુરા ગામ પાસે 20 વર્ષ જૂની મહેશ્વરી પેપર મિલમાં અંદરના ભાગે પેપર પલાળવા માટેની ચાર કુંડીઓ બનાવી છે. જોકે, એક સપ્તાહથી મિલ બંધ હોવાથી અચાનક ગેસ એકઠો થયો હતો ત્યારે મંગળવારે મોડી રાત્રે એક મજૂર કુંડીમાં નીચે પડી ગયો હતો અને શ્વાસ રૂંધાવા લાગતા મજૂર બેહોશ થઈ ગયો હતો. તેને બહાર કાઢવા અન્ય બે મજૂર અંદર ઉતર્યા હતા પણ તેઓ ગુંગળામણથી બેહોશ થઈ ગયા હતા. ત્યારે 108 અને ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની સાથે મદદમાં જોડાયેલ બે મજૂરીને પણ ગૂંગળામણની અસર થતા બંનેને 108 માં પાલનપુર સિવિલમાં ખસેડાયા હતા, જ્યાં પાલનપુર સિવિલ હોસ્પિટલના તબીબે મૃત જાહેર કર્યા હતા.
મૃતકોનીઓળખ થઈ છે, જેમાં મનોજ રામ અને જયપ્રકાશ પાલ, અને મનોજરામ દાસ નામની વ્યક્તિનો સમાવેશ થાય છે. ત્રણેય મજૂરો બિહારના હોવાનું જાણવા મળ્યું છે. પાલનપુર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:અમદાવાદના સિવિલ હોસ્પિટલના ચોથા વર્ગના કર્મચારીઓ હડતાળ પર
આ પણ વાંચો:પાટણમાં ત્રણ વ્યક્તિઓ ડૂબ્યા, મહિલાને બચાવાઈ
આ પણ વાંચો:કલેકટરની દરમિયાનગીરી પછી હિમાદ્રી રેસિડેન્સીના બિલ્ડર સામે ફરિયાદ નોંધાઈ