પંચમહાલ/ “મોરા ઐતિહાસિક તળાવ” બચાવો અભિયાનમાં મુખ્યમંત્રી સમક્ષ ધારદાર રજુઆત..!!

મોરા ગ્રામ પંચાયતની સર્વે નંબર 218/3 ની સરકારી જમીનમાં વર્ષો જુનું ઐતિહાસિક તળાવ આવેલ છે, આ પંચમહાલ કલેકટરાય કચેરી હસ્તકનાં તળાવનાં કિનારે માટી પુરાણ કરીને કહેવાતા રાજકીય ચહેરાઓ દ્વારા ગેરકાયદે શોપીંગ કોમ્પ્લેક્સનાં ચાલી રહેલા બાંધકામ સામે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ છે.

Gujarat Others
ગુજપાક "મોરા ઐતિહાસિક તળાવ" બચાવો અભિયાનમાં મુખ્યમંત્રી સમક્ષ ધારદાર રજુઆત..!!

મોરવા (હ) તાલુકાનાં મોરા ગામે સરકારી જમીનમાં આવેલા તળાવ કે જે પંચમહાલ કલેકટરાયનાં તાંબા હેઠળ આવે છે, આ તળાવમાં વટભેર રાજકીય ધમકીઓનાં પ્રદર્શન વચ્ચે બંધાઈ રહેલા શોપીંગ સેન્ટરનાં ગેરકાયદે બાંધકામને બંધ કરવાની મોરા ગ્રામ પંચાયતનાં સરપંચની નોટીસને ફાડીને બાંધકામ ચાલુ રાખનારા ઈસમો સામે જ્યારે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્રનાં “સાહેબો” લાચાર હોવાના આ દેખાવો બાદ મોરા ગ્રામ પંચાયતનાં સરપંચ સમેત સ્થાનિક જાગૃત રહીશો દ્વારા ગઈકાલે ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને મોરા તળાવ બચાવ અભિયાન સંદર્ભમાં લેખિત આવેદનપત્ર આપીને સરકારી જમીનમાં પુરાણ કરીને ગેરકાયદે શોપીંગ સેન્ટર બાંધી રહેલા ચહેરાઓ સામે લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ સત્વરે ગુન્હો દાખલ કરીને દબાણ જો દૂર નહિ કરવામાં આવે તો મોરા ગ્રામ પંચાયતનાં સરપંચ હીતેશ રાજભોઈ, સદસ્યો અને જાગૃત રહીશો ગાંધીનગર સચિવાલય ખાતે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનનાં શ્રી ગણેશ શરૂ કરશેની ચીમકીઓ પણ ઉચ્ચારવામાં આવી છે.!!

આ પણ વાંચો – વિવાદ / કર્ણાટકમાં હિજાબ વિવાદ વધતા નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મલલાએ ભારતીય નેતાઓને કરી આ અપીલ

મોરા ગ્રામ પંચાયતની સર્વે નંબર 218/3 ની સરકારી જમીનમાં વર્ષો જુનું ઐતિહાસિક તળાવ આવેલ છે, આ પંચમહાલ કલેકટરાય કચેરી હસ્તકનાં તળાવનાં કિનારે માટી પુરાણ કરીને કહેવાતા રાજકીય ચહેરાઓ દ્વારા ગેરકાયદે શોપીંગ કોમ્પ્લેક્સનાં ચાલી રહેલા બાંધકામ સામે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ છે. સરકારી જમીનમાં તળાવનાં કિનારે પુરાણ કરીને ગેરકાયદે બંધાઈ રહેલા આ શોપીંગ સેન્ટર સામે પંચમહાલ જિલ્લા સત્તાધીશોનાં લાચાર વહીવટ સામે જાગૃત રહીશ હસમુખભાઈ મહેરાએ ગુજરાત હાઈકોર્ટમાં પણ અપીલ દાખલ કરવામાં આવી છે. આ સંદર્ભમાં મોરા ગ્રામ પંચાયતનાં સરપંચ હીતેશ એન.રાજભોઈ દ્વારા સરકારી જમીનમાં આવેલ ઐતિહાસિક તળાવમાં રાતોરાત માટી પુરાણ કરીને શોપીંગ સેન્ટરની દુકાનો બાંધવાની આ ગેરકાયદે પ્રવૃતિઓ તાત્કાલિક અસરથી બંધ કરાવવા માટે સરપંચ દ્વારા નોટીસો ફટકારીને મોરવા (હ) પોલીસ સ્ટેશન, જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અને પંચમહાલ કલેકટર સમક્ષ પણ લેખિત રજુઆત કરી હતી. પરંતુ મોરા તળાવમાં પુરાણ કરીને શોપીંગ સેન્ટર ના ચાલી રહેલા ગેરકાયદે બાંધકામ સામે સમગ્ર વહીવટી તંત્રના સાહેબોની ભૂમિકાઓ સામે અંતે મોરા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સમક્ષ રૂબરૂમાં આધાર પુરાવાઓ સાથે લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો – ચૂંટણી / ગોવામાં ભાજપે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, ત્રણ સિલિન્ડર મફત સહિત અનેક જાહેરાતો,જાણો

ભા.જ.પ.સરકારનો લેન્ડ ગ્રેબિંગ કાયદો જ ભા.જ.પ.કાર્યકર સામે લાચાર દેખાઈ રહયો છે..!!

ગુજરાત ભા.જ.પ. સરકાર દ્વારા ભૂ-માફીયાઓની શાન ઠેકાણે લાવવા માટે લેન્ડ ગ્રેબિંગ એકટના કાયદાને સખ્ત બનાવ્યો છે. પરંતુ ભા.જ.પ.ના કાર્યકર અગર તો સ્વજનો સરકારી જમીનમાં આવેલ તળાવમાં પુરાણ કરીને શોપીંગ સેન્ટરની દુકાનો બનાવે તો લેન્ડ ગ્રેબિંગ એકટનો કાયદો જાણે કે લાગુ પડતો નથી ના આ ઉદાહરણમાં મોરા તળાવનો કિસ્સો ભારે ચર્ચાઓમાં છે.!! સત્તાધારી ભા.જ.પ.ના રાજકીય ગોડ ફાધરો બનીને તળાવમાં પુરાણ કરીને દુકાનો બાંધવાના આ ચહેરાઓના જાહેર પરાક્રમો સામે જિલ્લા વહીવટી તંત્રના એકપણ સાહેબ જો કાયદેસર તપાસ કરવા તૈયાર જ ન થાય ત્યારે રાજ્ય સરકારના લેન્ડ ગ્રેબિંગ કાયદાના અમલની વાતો મોરા તળાવના કિસ્સામાં હાસ્યાસ્પદ દેખાઈ રહી છે.