Vadodara-Heart attack/ વડોદરામાં ગરબા ગાતા-ગાતા મોત અને રીક્ષા ચાલકનું મોત

વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકમાં બેના હાર્ટએટેકથી મોત થયા છે. વડોદરાના હરણી વિસ્તારમાં રહેતા શંકર રાણાને ગરબાની મોજ માણવી ભારે પડી ગઈ છે. તેમના માટે આ વખતના નોરતા અંતિમ નોરતા બની ગયા હતા.

Top Stories Gujarat
Vadodara Heartattack વડોદરામાં ગરબા ગાતા-ગાતા મોત અને રીક્ષા ચાલકનું મોત

વડોદરાઃ વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકમાં બેના હાર્ટએટેકથી મોત થયા છે. વડોદરાના હરણી વિસ્તારમાં રહેતા શંકર રાણાને ગરબાની મોજ માણવી ભારે પડી ગઈ છે. તેમના માટે આ વખતના નોરતા અંતિમ નોરતા બની ગયા હતા. તેઓ ગરબે ઘૂમતા-ઘૂમતા જ ઢળી પડ્યા હતા. ઢળી પડતા જ તે અચેત થઈ ગયા હતા. તેમને અચેત અવસ્થામાં જ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. પણ તેમને કમનસીબે બચાવી શકાયા ન હતા. ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

આ જ રીતે અગાઉ વડોદરાના માંજલપુરમાં જગદીશ પરમારનું હાર્ટએટેકના હુમલાના લીધે નિધન થયું છે. તેઓની વય 35 વર્ષની હતી અને તેઓ રીક્ષા ચલાવીને તેમનું ગુજરાન ચલાવતા હતા. તેમનું મૃત્યુ ચાલુ રીક્ષાએ હાર્ટએટેક આવતા થયું છે. તેમના સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા, પરંતુ તેમને ત્યાં મૃત્યુ પામેલા જાહેર કરાયા હતા.

આમ રાજ્યમાં હાર્ટ એટેકથી થતા મોતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. કપડવંજમાં 17 વર્ષના કિશોરનું મોત થયું છે. બીજી બાજુ અમદાવાદમાં હાથીજણ ખાતે ગરબા ગાતા-ગાતા રવિ પંચાલ યુવકને હાર્ટ એટેક આવ્યો હતો અને તેને હોસ્પિટલ લઈ જવાયો ત્યારે તેનુ મોત થયું હતું. હજી બે દિવસ પહેલા જ બાબરા, રાજુલા અને જામનગરમાં હાર્ટએટેકથી ચાર લોકોના મોત થયા હતા.  પહેલા રાજકોટમાં હાર્ટએટેકથી કુલ પાંચ વ્યક્તિઓના મોત નીપજ્યા હતા.

ગુજરાતમાં સમારકામ કરનારા યુવાનનું જ હૃદય બગડતા તેનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. રાજકોટના ધોરાજીમાં રહેતા મૂળ ઉત્તરપ્રદશના ફતેપુર જિલ્લાના વતની આશુકુમાર દિનેશભાઈ સોનકારનું અચાનક હાર્ટ એટેક આવતા નિધન થયું હતું. આશુકુમાર સોનકારની ઉંમર 28 વર્ષ હતી.

સુરતમાં વધુ એક યુવાનનું હાર્ટએટેકથી નિધન થયું છે. આ યુવાન રાત્રે સૂઈ રહ્યો હતો પછી તે ઉઠયો જ ન હતો. તે હજીરા કંપનીમાં કામ કરતો હતો. તે કંપનીમાં ડ્રાઇવર હતો અને તેનું નામ રાજકુમાર શાહુ છે.


whatsapp ad White Font big size 2 4 વડોદરામાં ગરબા ગાતા-ગાતા મોત અને રીક્ષા ચાલકનું મોત


 

આ પણ વાંચોઃ Surat-Heart Attack/ સુરતમાં એક યુવાનનું હાર્ટએટેકથી મોત, રાત્રે સૂઈ ગયા પછી સવારે ઉઠ્યો જ નહીં

આ પણ વાંચોઃ Israel Hamas War/ યુદ્ધ વચ્ચે રશિયાએ હમાસ સાથે આ મહત્વપૂર્ણ મુદ્દે ચર્ચા કરી

આ પણ વાંચોઃ Gujarat Cyclone/ ‘તેજ’વાવાઝોડાને લઈને દરિયાકાંઠાના વિસ્તારો પર એલર્ટ, માછીમારોને દરિયો ના ખેડવા સૂચના