Not Set/ વડોદરા: પાલિકા દ્વારા ઓપરેશન ડીમોલેશન, 55 જેટલાં મકાનો અને દુકાનોનો કરાયો સફાયો

વડોદરા કોર્પોરેશનની દબાણ શાખાની ટીમે નવાયાર્ડ વિસ્તારમાં આવેલ કલાસવા નાળાથી ફતેગંજ પોલીસ સ્ટેશન સુધી 55 જેટલા કાચા પાકા મકાનો અને દુકાનોનાં દબાણો દૂર કર્યા. પાલિકાની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રોડ લાઇન પર આવેલા પાકા કાચા મકાનોનાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. દબાણકર્તાઓને પાલિકાની ટીમે દોઢ માસ પહેલા મકાન કે દુકાન ખાલી કરવા […]

Gujarat Vadodara
jmc 9 વડોદરા: પાલિકા દ્વારા ઓપરેશન ડીમોલેશન, 55 જેટલાં મકાનો અને દુકાનોનો કરાયો સફાયો

વડોદરા કોર્પોરેશનની દબાણ શાખાની ટીમે નવાયાર્ડ વિસ્તારમાં આવેલ કલાસવા નાળાથી ફતેગંજ પોલીસ સ્ટેશન સુધી 55 જેટલા કાચા પાકા મકાનો અને દુકાનોનાં દબાણો દૂર કર્યા. પાલિકાની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રોડ લાઇન પર આવેલા પાકા કાચા મકાનોનાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.

દબાણકર્તાઓને પાલિકાની ટીમે દોઢ માસ પહેલા મકાન કે દુકાન ખાલી કરવા નોટિસ આપી હતી. જે નોટિસનાં પગલે લોકોએ સ્વેચ્છાએ મકાન અને દુકાન ખાલી કર્યા, બાદમાં પાલિકાની ટીમે 10થી વધુ જેસીબી મશીન, કટર મશીન સાથે દબાણો તોડવાની કામગીરી શરૂ કરી હતી. 350 થી વધુ પાલિકાનાં કર્મચારીઓ અને 120 પોલીસનાં જવાનો અને અધિકારીઓએ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરી છે.

પોલીસે નવાયાર્ડથી છાણી તરફ જતો રોડ વાહન વ્યવહાર માટે બંધ કર્યો હતો. મહત્વની વાત છે કે નવાયાર્ડમાં લઘુમતીઓની સંખ્યા વધુ છે. અને સમગ્ર વિસ્તાર સંવેદનશીલ વિસ્તાર છે જેના પગલે પોલીસે અસામાજિક તત્વોની અટકાયત દબાણ તોડતા પહેલા જ કરી લીધી અને આખા વિસ્તારમાં પેટ્રોલિંગ કર્યું હતું. પાલિકા બે ફેઝમાં દબાણ તોડવાની કામગીરી કરશે અને 27 અને 30 મીટરનો ટી પી નો રોડ ખુલ્લો કરશે. દબાણ તોડવાની કામગીરી દરમિયાન લોકટોળા ઉમટ્યા હતાં.  મહત્વની વાત છે કે કોઇપણ અનિચ્છનીય ઘટના વગર શાંતિપૂર્ણ માહોલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પાલિકાની દબાણની ટીમે દબાણો દૂર કર્યા હતાં.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.