Ahmedbad-AMC/ અમદાવાદના વિવાદિત હાટકેશ્વર બ્રિજનું ટેન્ડર મેળવવા AMCએ આકરા કર્યા નિયમો

અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ સમયાંતરે ચર્ચામાં જોવા મળે છે. હાટકેશ્વર બ્રિજને લઈને ફરી એકવાર સમાચાર સામે આવ્યા છે.

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 2024 04 08T133458.995 અમદાવાદના વિવાદિત હાટકેશ્વર બ્રિજનું ટેન્ડર મેળવવા AMCએ આકરા કર્યા નિયમો

અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ સમયાંતરે ચર્ચામાં જોવા મળે છે. હાટકેશ્વર બ્રિજને લઈને ફરી એકવાર સમાચાર સામે આવ્યા છે. AMC હાટકેશ્વર બ્રિજ પૂર્ણતઃ તોડીને નવો બનાવા જઈ રહી છે. ત્યારે નવો હાટકેશ્વર બ્રિજ બનાવવા માટે AMCએ ટેન્ડરને લઈને આકરા નિયમો બનાવ્યા છે. આખરે AMCને બ્રહ્મજ્ઞાન થયું અને આ શરતોને આધીન બ્રિજનો કોન્ટ્રાક્ટ આપવાનું નક્કી કરવાનું જાહેર કર્યું છે. જો કે ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 30 માર્ચ હતી જેમાં ફેરફાર કરીને 15 એપ્રિલ કરવામાં આવી છે.

હાટકેશ્વર બ્રિજમાં AMCએ મહત્વનો નિર્ણય લેતા આકરી શરતો મૂકી છે. જે અંતર્ગત જે-તે કોન્ટ્રાક્ટર આ બ્રિજ બનાવશે તે 10 વર્ષ માટે જવાબદાર રહેશે. અને નવી શરતો મુજબ 10 વર્ષની અંદર જો બ્રિજને નુકસાન થાય તો કોન્ટ્રાક્ટરના ખર્ચે રિપેરિંગ કરવામાં આવશે. જ્યારે ડિફેક્ટ લાયેબિલિટી પિરિયડ 5 વર્ષનો કરવામાં આવ્યો છે. બ્રિજને સંપૂર્ણપણે તોડી 51.70 કરોડના રૂપિયા ફરી તૈયાર કરવામાં આવશે.

AMCની નવી શરતો મુજબ હાટકેશ્વર બ્રિજમાં ડામર ઉખડી જવા કે પછી રેલિંગ તૂટી જવા જેવી કોઈ સમસ્યા થાય તો કોન્ટ્રાક્ટર 5 વર્ષ માટે જવાબદાર રહેશે. અગાઉ અજય એન્જિનિયરિંગે હાટકેશ્વર બ્રિજમાં ડિફેક્ટ લાયેબિલિટી 1 વર્ષની રહેવાના કારણે તેની બિસ્માર હાલતની જવાબદારી લેવામાંથી હાથ ખંખેરી નાખ્યા હતા. અજય એન્જિનિયરિંગ સાથેના અનુભવ બાદ AMCએ હવે હાટકેશ્વર બ્રિજના પુનઃનિર્માણ માટેના ટેન્ડરમાં શરતોમાં ફેરફાર કર્યા છે. જે અંતર્ગત આ વખતે લોડ ટેસ્ટ, ક્રોંકિટ ટેસ્ટ સહિતના ટેસ્ટ કરાવવાની શરતમાં ઉમેરો થયો છે. અગાઉ કોન્ટ્રાક્ટરને કામ પૂર્ણ થયા પછી સંપૂર્ણ રકમની ચૂકવણી કરવામાં આવતી હતી પરંતુ હવે ડિફેક્ટ લાયેબિલિટી પૂર્ણ ના થાય ત્યાં સુધી 2.5 ટકા રકમ બાકી રાખવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તારે મોબાઇલ બદલવાનો નથી કહી યુવાને પ્રેમિકાને બચકા ભર્યા…..

આ પણ વાંચો: ગુજરાત કોંગ્રેસમાં વિવિધ કમિટીઓની જાહેરાત, કોને જવાબદારીઓ સોંપાઈ

આ પણ વાંચો: બોગસ માર્કશીટથી વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ