Not Set/ ફરી પુલવામા જેવો હુમલો ન થયો તો અમારી જીત પાક્કી : શરદ પવાર

મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે, આજે ચૂંટણી પંચે મતદાનની તારીખોની ઘોષણા કરી દીધી છે. અહી બંન્ને રાજ્યોમાં 21 ઓક્ટોબરનાં રોજ ચૂંટણી યોજાશે. આ સ્થિતિમાં નેતાઓની ભાષણબાજી તીવ્ર બની છે, આ સંદર્ભમાં એનસીપી અધ્યક્ષ શરદ પવારે ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યું છે. શરદ પવારે મહારાષ્ટ્રનાં ઔરંગાબાદ જિલ્લામાં પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું […]

Top Stories India
sharad pawar ફરી પુલવામા જેવો હુમલો ન થયો તો અમારી જીત પાક્કી : શરદ પવાર

મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે, આજે ચૂંટણી પંચે મતદાનની તારીખોની ઘોષણા કરી દીધી છે. અહી બંન્ને રાજ્યોમાં 21 ઓક્ટોબરનાં રોજ ચૂંટણી યોજાશે. આ સ્થિતિમાં નેતાઓની ભાષણબાજી તીવ્ર બની છે, આ સંદર્ભમાં એનસીપી અધ્યક્ષ શરદ પવારે ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યું છે.

શરદ પવારે મહારાષ્ટ્રનાં ઔરંગાબાદ જિલ્લામાં પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું કે, મોદી સરકારે પુલવામા હુમલાને મુદ્દો બનાવી લોકસભાની ચૂંટણી જીતી હતી. જો મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા ફરીથી પુલવામા જેવો હુમલો નહીં થાય તો અમારી જીતી પાક્કી થઇ જશે. આજે લોકોની પ્રતિક્રિયા સરકારનાં વિરોધમાં છે. રાષ્ટ્રવાદી પક્ષનાં વડાએ વધુમાં કહ્યું કે, લોકસભાની ચૂંટણીઓ પહેલા એવું લાગતું હતું કે મોદી સરકાર જીતીશે નહીં. પરંતુ સરહદ પર પુલવામા હુમલા પછી દેશમાં આખું ચિત્ર બદલાઈ ગયું. આનો લાભ સરકારને મળ્યો.

શરદ પવારે વધુમાં કહ્યું કે, મેં કેટલાક નિવૃત્ત અધિકારીઓ સાથે વાત કરી તો તેમણે શંકા દર્શાવી કે આ હુમલો ઇરાદાપૂર્વક કરવામાં આવ્યો છે કે પછી તે પાકિસ્તાનનો કોઇ ખાસ હેતુ હતો? આ મામલામાં ઉંડો વિચાર કરવાની જરૂર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આ અંગે બિલકુલ ચર્ચા થવી જોઈએ નહીં, કારણ કે આ મુદ્દો સૈન્ય સાથે સંબંધિત છે. હું તમને વિનંતી પણ કરું છું કે આ છાપો નહી.

વડા પ્રધાને સરહદને લગતા આ મુદ્દાને ઉગ્રતાથી ઉદ્ધાર કર્યો અને વારંવાર કહેવામાં આવ્યું કે અમે પાડોશી દેશને પાઠ ભણાવ્યો છે અને આગળ પણ પાઠ ભણાવી શકીએ છીએ. આ કારણથી જ ચૂંટણીનાં પરિણામો બદલાયા હતા. “ચૂંટણીની જાહેરાત હવે કરવામાં આવી છે. ત્યારે જો ચૂંટણી સુધી ફરીથી પુલવામા જેવો કોઇ હુમલો નહીં થાય તો અમારી જીત પાક્કી છે. કારણ કે આજે લોકોની પ્રતિક્રિયા સરકાર વિરુદ્ધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.