સમાજવાદી પાર્ટીનું 10મું રાષ્ટ્રીય સંમેલન આગરામાં શરૂ થઈ ગયું છે.અખિલેશ યાદવે ઝંડારોહણ કરીને કાર્યક્રમની શરૂઆત કરાવી. આ સંમેલનમાં અખિલેશ યાદવને આગામી પાંચ વર્ષ માટે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટી કાઢવામાં આવ્યાં. સપા મહાસચિવ આઝમ ખાન, રામગોપાલ યાદવ, નરેશ અગ્રવાલ, ધર્મેન્દ્ર યાદવ સહિત પાર્ટીના અનેક વરિષ્ઠ નેતાઓ મંચ પર હાજર રહ્યા છે.આગ્રાના તારઘર મેદાનમાં થઈ રહેલા આ સંમેલનમાં ઉત્તર પ્રદેશ સહિત 25 રાજ્યોના પાર્ટી પ્રતિનિધિઓ સામેલ થયા છે.જો કે આ બધા વચ્ચે સપાના નવા બંધારણ અંતર્ગત રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પર 5 વર્ષ માટે અખિલેશ યાદવની તાજપોશી થઈ. આ અગાઉ જાન્યુઆરીમાં તેમની રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પસંદગી થઈ હતી.આ કાર્યક્રમમાં દેશભરમાંથી લગભગ 15000 સપાના પ્રતિનિધિઓ સામેલ થયા હોવાનો દાવો કરાયો છે. બુધવાર સાંજથી જ દેશભરના સપા પ્રતિનિધિઓ આગરા પહોંચી ગયા હોવાનું કહેવાય છે. છેલ્લા 9 મહિનાથી સપામાં આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો છે. અખિલેશ યાદવ અને શિવપાલ વચ્ચે દુશ્મની એટલી ગાઢ થયેલી જોવા મળી હતી કે બંને વચ્ચે વાતચીત પણ બંધ હતી. પરંતુ હવે લાગે છે કે આ દુશ્મની દુર થઈ રહી છે. શિવપાલે અખિલેશને ફોન કરીને શુભેચ્છાઓ પાઠવી હતી તો અખિલેશે પણ કહ્યું કે કાકા શિવપાલના તેમને આશીર્વાદ છે અને આગળ પણ રહેશે.
Not Set/
અખિલેશ યાદવ આગામી પાંચ વર્ષ માટે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ
સમાજવાદી પાર્ટીનું 10મું રાષ્ટ્રીય સંમેલન આગરામાં શરૂ થઈ ગયું છે.અખિલેશ યાદવે ઝંડારોહણ કરીને કાર્યક્રમની શરૂઆત કરાવી. આ સંમેલનમાં અખિલેશ યાદવને આગામી પાંચ વર્ષ માટે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટી કાઢવામાં આવ્યાં. સપા મહાસચિવ આઝમ ખાન, રામગોપાલ યાદવ, નરેશ અગ્રવાલ, ધર્મેન્દ્ર યાદવ સહિત પાર્ટીના અનેક વરિષ્ઠ નેતાઓ મંચ પર હાજર રહ્યા છે.આગ્રાના તારઘર મેદાનમાં થઈ રહેલા આ […]
