Not Set/ મમતા બેનર્જી સામે થઈ શકે છે કાર્યવાહી, ચૂંટણી પંચે નંદીગ્રામ મતદાનમાં ગરબડના આરોપ ફગાવ્યા

ચૂંટણી પંચ મમતા બેનર્જી વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. મમતા દ્વારા નંદીગ્રામ મતદાન અંગે લગાવવામાં આવેલા આક્ષેપો પાયાવિહોણા સાબિત થયા છે. આ અંગે ચૂંટણી પંચે પણ બેનર્જી વિશે કડક ટિપ્પણી કરી છે.બંગાળના નંદીગ્રામ

Top Stories India

ચૂંટણી પંચ મમતા બેનર્જી વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. મમતા દ્વારા નંદીગ્રામ મતદાન અંગે લગાવવામાં આવેલા આક્ષેપો પાયાવિહોણા સાબિત થયા છે. આ અંગે ચૂંટણી પંચે પણ બેનર્જી વિશે કડક ટિપ્પણી કરી છે.બંગાળના નંદીગ્રામ ચૂંટણી (બીજા તબક્કા) ના મતદાન દરમિયાન બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મતદાન મથક પર વિક્ષેપના આરોપોને ચૂંટણી પંચે ફગાવી દીધા છે.  રવિવારે ચૂંટણી પંચે મમતાને છ પાનામાં જવાબ આપતા કહ્યું હતું કે તેમની ફરિયાદ તથ્યથી પરે છે.

Covid-19 / કોરોનાએ તોડ્યાં આજ સુધીનાં તમામ રેકોર્ડ, દેશમાં 24 કલાકમાં 1.03 લાખથી વધુ નોંધાયા કેસ

આ કેસમાં ચૂંટણી પંચે કહ્યું છે કે, તે ઘણું દુ:ખની વાત છે કે મુખ્ય પ્રધાન પદ પર બેઠેલી વ્યક્તિ અને ઉમેદવાર મીડિયા દ્વારા ઘણા કલાકો સુધી મતદારોને ગેરમાર્ગે દોરે છે. આ બધુ ત્યારે બન્યું જ્યારે ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી હતી. આનાથી ખરાબ વર્તન કોઇ હોઇ શકે  નહીં.  પંચે સંકેત આપ્યો છે કે તેમની સામે આદર્શ આચારસંહિતા અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી થઈ શકે છે.મમતા બેનર્જીએ નંદીગ્રામની એક સરકારી શાળાના સાત નંબરના મતદાન મથક પર ગેરરીતિનો આરોપ લગાવ્યો હતો. આ અંગે પંચે પ્રતિક્રિયા આપી છે. પેરા મિલિટરી ફોર્સના જવાનો ન તો બૂથની અંદર ગયા ન કોઈ મતદાતાને પ્રવેશ કરતા અટકાવ્યા.

મેલબોર્ન / કોરોનાની ઓસ્ટ્રેલિયામાં No Entry, લોકોએ ઇસ્ટરનો તહેવાર ધામધૂમથી ઉજવ્યો

પંચે સવારે 5:30 વાગ્યે મોકડ્રીલ આપી છે, ત્યારબાદ મતદાનની શરૂઆતથી લઈને સાત વાગ્યે મતદાનના અંત સુધી. પંચે સીસીટીવી ફૂટેજ ટાંકીને મમતાના આક્ષેપોને ફગાવી દીધા છે કે, સમગ્ર મતદાન દરમિયાન ભાજપ, સીપીએમ અને અપક્ષ ઉમેદવારના એજન્ટો બૂથની અંદર હતા. પંચે સંભવિત કાર્યવાહીની એક અલગ તપાસ જારી કરી, પંચે કહ્યું કે, “લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 131 અને 123 (2) હેઠળ એપ્રિલ 1 કે પછી આચાર સંહિતા હેઠળ ઘટનામાં કોઈ પગલાં લેવામાં આવી શકે છે કે કેમ તેની અલગ તપાસ કરવામાં આવી રહી છે.

બેકાબુ કોરોના / મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 57,074 નવા કેસ,222 લોકોના મોત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…