ચીનની દિગ્ગજ કંપની શાઓમી (Xiaomi)એ તાજેતરમાં તેના Mi 11 Pro અને Mi 11 Ultra સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. ચીનમાં સત્તાવાર વેચાણના ડેટા મુજબ, કંપનીનો એમઆઇ 11 અલ્ટ્રા માત્ર 1 મિનિટમાં સ્ટોકથી બહાર ગયો. શાઓમીનું કહેવું છે કે વેચાણ દરમિયાન એમાઇ 11 અલ્ટ્રા અને એમઆઇ11 પ્રો સ્માર્ટફોન લગભગ 1340 કરોડ રૂપિયાનું વચાણ થયું છે છે. આ માહિતી ગિજમોચાઇના દ્વારા પ્રાપ્ત થઈ છે.

Mi 11 Proની ખાસિયત
એમઆઈ 11 પ્રો 6.81 ઇંચની 6.81 ઇંચની ઇ4 એમોલેડ ડિસ્પ્લે, ડોલ્બી વિઝન સપોર્ટ સાથે આવે છે. આ ફોનમાં 50 મેગાપિક્સલ + 8-મેગાપિક્સલ + 13-મેગાપિક્સલનો ટ્રિપલ રીયર કેમેરો અને 20 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે.

ભાડે રહેતા લોકો માટે આ AC ખરીદવું ખૂબ જ સહેલું, ગમે ત્યાં લઇ જઇ શકો તેવી સુવિધા..
આ ફોનમાં 50 મેગાપિક્સલ + 48 મેગાપિક્સલ + 48 મેગાપિક્સલનો ટ્રિપલ રીયર કેમેરો અને 20 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે.
આ બંને ફોનમાં 5000 એમએએચની બેટરી છે, જે 67 ડબલ્યુ વાયર્ડ અને વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે, આ સિવાય બંને ફોનમાં કવાલલકોમ સ્નેપડ્રેગન 888 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સિવાય આ સ્માર્ટફોનમાં એમ 11 અલ્ટ્રા અને ડોલ્બી વિઝન સપોર્ટમાં ગોરિલા ગ્લાસ વિક્ટસનું પ્રોટેક્શન પણ આપવામાં આવ્યું છે.

Mi 11 Ultraની કિંમત
કંપનીએ તેના એમઆઈ 11 પ્રોના બેઝ મોડલ 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજની કિંમત લગભગ 55,400 રૂપિયા રાખી છે, જ્યારે તેના 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિયેન્ટની કિંમત આશરે 58,700 રૂપિયા છે અને 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ મોડલોની કિંમત 63,100 રૂપિયા છે. એમઆઇ 11 પ્રો ફોન બ્લેક, ગ્રીન અને વ્હાઇટ કલર ઓપ્શન સાથે ઉપલબ્ધ છે.
