Not Set/ સ્પોર્ટ્સ/ તમને એક નવો એમ એસ ધોની જલ્દી મળવાનો નથી : ગાંગુલી

બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીએ શનિવારે કહ્યું હતું કે, મહેન્દ્ર સિંહ ધોનીએ ચોક્કસપણે ભારતનાં કેપ્ટન વિરાટ કોહલી અને પસંદગીકારો સાથે તેમના ભાવિની યોજનાઓ વિશે વાત કરી હશે. વનડે વર્લ્ડ કપમાં ભારતનાં સેમિફાઇનલમાંથી બહાર નીકળ્યા બાદથી ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટની દુનિયાથી ગુમ થઇ ગયો છે, જેના પગલે તેના ભાવિ વિશેની અટકળો શરૂ થઈ ગઇ છે. ઇન્ડિયા ટુડે પર તાજેતરમાં […]

Top Stories Sports
Dhoni Ganguly 0 સ્પોર્ટ્સ/ તમને એક નવો એમ એસ ધોની જલ્દી મળવાનો નથી : ગાંગુલી

બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીએ શનિવારે કહ્યું હતું કે, મહેન્દ્ર સિંહ ધોનીએ ચોક્કસપણે ભારતનાં કેપ્ટન વિરાટ કોહલી અને પસંદગીકારો સાથે તેમના ભાવિની યોજનાઓ વિશે વાત કરી હશે. વનડે વર્લ્ડ કપમાં ભારતનાં સેમિફાઇનલમાંથી બહાર નીકળ્યા બાદથી ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટની દુનિયાથી ગુમ થઇ ગયો છે, જેના પગલે તેના ભાવિ વિશેની અટકળો શરૂ થઈ ગઇ છે.

ઇન્ડિયા ટુડે પર તાજેતરમાં ‘ઇસ્પિરેશન’ નાં એપિસોડ દરમિયાન ગાંગુલીએ કહ્યું હતું કે, “કેપ્ટન સાથે તેમની સારી વાતચીત હતી, મને ખાતરી છે કે તેણે પસંદગીકારો સાથે પણ આ વિશે વાત કરી હશે, અને મને નથી લાગતું કે તે આ વિશે ચર્ચા કરવાનું પ્લેટફોર્મ છે. ” આ દરમિયાન ગાંગુલીએ 38 વર્ષીય ધોનીની પ્રશંસા કરતાં કહ્યું કે, બે વખત વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન જેવો ખેલાડી મળવો મુશ્કેલ બનશે. તેમણે કહ્યું કે, ‘તે (ધોની) નિર્ણય લે છે કે તે શું કરવા માગે છે, પરંતુ મને ખબર નથી. મેં તેની સાથે વાત કરી નથી, પરંતુ તે ચેમ્પિયન છે, તે ભારતીય ક્રિકેટમાં સંપૂર્ણ ચેમ્પિયન રહ્યો છે. “

આ પણ વાંચો….

https://api.mantavyanews.in/sports-ms-dhoni-australia-cricket-decade-one-day-team-captain/

અનુભવી વિકેટકિપર-બેટ્સમેને ભારતને 2007 માં દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વર્લ્ડ ટી-20 અને 2011 માં તેની કેપ્ટનશીપ હેઠળ ઘરેલુ વન-ડેમાં વર્લ્ડ કપ જીતાડ્યો હતો. ગાંગુલીએ ઉમેર્યું હતું કે, “તમને એક નવો એમ એસ ધોની ઘણી જલ્દી જ મળવાનો નથી પરંતુ તે શું કરે છે- શું તે રમવા માંગે છે કે નથી માંગતો, તે તેના પર નિર્ભર કરે છે. આપને જણાવી દઇએ કે, ધોનીએ અત્યાર સુધી તેના ભવિષ્ય વિશે વાત કરવાની ના પાડી છે. આ અગાઉ મુંબઈમાં એક કાર્યક્રમમાં ધોનીએ કહ્યું હતું કે તેની ક્રિકેટમાં વાપસી અંગેનાં પ્રશ્નો જાન્યુઆરી 2020 પછી જ તેને પૂછવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.