Not Set/ કાશ્મીર મામલે ઇસ્લામિક દેશોની સમિટ બોલાવશે સાઉદી અરબ, ભારત સાથે વણસી શકે છે સંબંધો

સાઉદી અરબ સાથેના આપણા સંબંધો આગામી દિવસોમાં વણસી શકે છે.મળતી જાણકારી પ્રમાણે સાઉદ અરબ કાશ્મીર મુદ્દે ઓર્ગેનાઈઝેશન ઓફ ઇસ્લામિક કો-ઓપરેશનની સમિટ બોલાવવા તૈયાર થઈ ગયું છે. એવું કહેવાય છે પાકિસ્તાનના દબાણ હેઠળ સાઉદી અરબ આ બેઠક બોલાવવા તૈયાર થયું છે. ઇસ્લામિક સંગઠન સાથે જોડાયેલા દેશોના વિદેશ મંત્રીઓ આ સમીટમાં મળશે. સાઉદી અરબના વિદેશપ્રધાન ફૈસલ બિન […]

India
aamaya 4 કાશ્મીર મામલે ઇસ્લામિક દેશોની સમિટ બોલાવશે સાઉદી અરબ, ભારત સાથે વણસી શકે છે સંબંધો

સાઉદી અરબ સાથેના આપણા સંબંધો આગામી દિવસોમાં વણસી શકે છે.મળતી જાણકારી પ્રમાણે સાઉદ અરબ કાશ્મીર મુદ્દે ઓર્ગેનાઈઝેશન ઓફ ઇસ્લામિક કો-ઓપરેશનની સમિટ બોલાવવા તૈયાર થઈ ગયું છે. એવું કહેવાય છે પાકિસ્તાનના દબાણ હેઠળ સાઉદી અરબ આ બેઠક બોલાવવા તૈયાર થયું છે. ઇસ્લામિક સંગઠન સાથે જોડાયેલા દેશોના વિદેશ મંત્રીઓ આ સમીટમાં મળશે.

સાઉદી અરબના વિદેશપ્રધાન ફૈસલ બિન ફરહાદ અલ સઊદે પોતાના ઇસ્લામાબાદ પ્રવાસ દરમિયાન પાકિસ્તાનને આ સમિટ અંગે જાણકારી આપી છે.

મહત્વનું છે કે ગત સપ્તાહમાં મલેશિયા દ્વારા આયોજિત ઇસ્લામિક સમિટથી પાકિસ્તાને પોતાનો છેડો ફાડી લીધા બાદ સાઉદી અરબે આ નિર્ણય કર્યો છે. સાઉદી અરબ અને UAEએ પણ આ સમિટથી દૂર રહેવાનો નિર્ણય લીધો હતો.

મલેશિયા દ્વારા આયોજિત સમિટથી અંતર જાળવી લીધા બાદ સાઉદી અરબે પાકિસ્તાનના કાશ્મીર આલાપને સાંભળવા માટે તૈયારી બતાવતા આ સમિટ અંગે જણાવ્યું હતું. જોકે હજુ સુધી સાઉદી અરબ દ્વારા આ અંગે કોઈ તારીખોની જાહેરાત કરવામાં આવી નથી.

જ્યારે બીજી તરફ પાછલા કેટલાક વર્ષોથી સાઉદી અરબ અને ભારત વચ્ચે મિત્રતાપૂર્ણ સંબંધ જોવા મળ્યા છે. પાકિસ્તાને પણ આ અંગે અનેકવાર નિરાશા દર્શાવતા કહ્યું હતું કે આર્ટિકલ 370 દૂર કરવા પર સાઉદી સહિતના ઈસ્લામિક દેશોએ ભારત વિરોધના પાકિસ્તાનના પ્રોપેગન્ડાને સમર્થન નથી આપ્યું.

ભારતની વિદેશ નીતિમાં પાછલા થોડા વર્ષોથી ઘણો બદલાવ થયો છે. ઈસ્લામિક દેશો તેમાં પણ સાઉદી અરબ અને UAE જેવા મોટા ઈસ્લામિક દેશો સાથેના આપણા સંબંધો ખૂબ જ સારા રહ્યા છે. જેના કારણે આ દેશોએ કલમ 370ને દૂર કરવા મુદ્દે પાકિસ્તાનના એક પણ ધમપછાડાને મહત્વ આપ્યું નહોતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.