PM Modi Speech/ બિહારમાં ભવ્ય જીત બાદ PM મોદી બોલ્યા – હવે સેવાની તક તેમને જ મળશે જે…

બિહારમાં ફરી એકવાર NDA સત્તા હાંસલ કરવામાં સફળ રહી છે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ મંગળવારની રાતથી ભાજપ અને જેડીયુનાં કાર્યકરોમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળે છે. દરમિયાન, બિહારની જીતની ઉજવણી માટે દિલ્હીમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન ગૃહ પ્રધાન અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) […]

Top Stories India
asdq 33 બિહારમાં ભવ્ય જીત બાદ PM મોદી બોલ્યા - હવે સેવાની તક તેમને જ મળશે જે...

બિહારમાં ફરી એકવાર NDA સત્તા હાંસલ કરવામાં સફળ રહી છે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ મંગળવારની રાતથી ભાજપ અને જેડીયુનાં કાર્યકરોમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળે છે. દરમિયાન, બિહારની જીતની ઉજવણી માટે દિલ્હીમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન ગૃહ પ્રધાન અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) કાર્યાલય પહોંચ્યા છે.

PM મોદીએ બિહારમાં એનડીએની મોટી જીત પર કાર્યકરોને પણ સંબોધન કર્યું હતું. આપને જણાવી દઇએ કે, બિહારમાં પીએમ મોદીની બેક ટૂ બેક રેલીઓ અને ભાષણોનું પરિણામ છે, કે એનડીએએ કાંટાની હરીફાઈમાં મહાગઠબંધનને પાછળ રાખીને બહુમતી પ્રાપ્ત કરી હતી. કાર્યકરોને સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું હતું કે, ‘હું આજે મહાન દેશનાં મહાન જનતાનો આભાર માનું છું. આભાર એટલે, કેમ કે તેમણે ભાજપને ચૂંટણીમાં આટલી મોટી સફળતા આપી છે, તેના તેઓ હકદાર છે. આભાર એટલે, કારણ કે લોકશાહીનો આ મહાન પર્વને આપણે બધાએ મળીને ખૂબ જ ઉત્સાહથી ઉજવ્યો છે.’ તેમણે વધુમાં કહ્યું કે, ‘કોરોનાનાં આ સંકટ સમયમાં આ ચૂંટણી યોજવી એટલી સહેલી નહોતી. પરંતુ આપણી લોકશાહી પદ્ધતિઓ એટલી મજબૂત, પારદર્શક છે કે આ સંકટની વચ્ચે પણ તેઓએ આટલી મોટી ચૂંટણી યોજીને વિશ્વને ભારતની તાકાતથી વાકેફ કર્યું છે. પોતાના સંબોધનમાં ભાજપનાં કાર્યકરોને પ્રોત્સાહિત કરતી વખતે પીએમ મોદીએ વિપક્ષ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, ’21 મી સદીનાં ભારતનાં નાગરિકો પોતાના સંદેશને વારંવાર સ્પષ્ટ કરી રહ્યા છે. હવે સેવા કરવાની તક તેમને જ મળશે, જે દેશનાં વિકાસનાં લક્ષ્ય સાથે પ્રામાણિકપણે કાર્ય કરશે. દરેક રાજકીય પક્ષ તરફથી દેશની જનતાની તે અપેક્ષા છે કે, દેશ માટે કાર્ય કરો, દેશનાં કાર્ય સાથે મતલબ રાખો.’

આપને જણાવી દઈએ કે મંગળવારે રાત્રે બિહારની ચૂંટણીની મતગણતરી વચ્ચે એનડીએને બહુમતી મળ્યા બાદ જ ભાજપનાં છાવણીમાં ઉજવણીની તૈયારી શરૂ થઈ હતી. કાર્યકર્તાઓએ એકબીજાને મીઠાઇ ખવડાવી ખુશી વ્યક્ત કરી હતી. આ ઉજવણી આજે પણ ચાલુ છે, બુધવારે ભાજપનાં મુખ્ય મથકે મોટી સંખ્યામાં ભાજપનાં કાર્યકરો એકઠા થયા હતા અને ઢોલનાં તાલે જોરદાર નાચ્યા હતા.