Manipur Landslide/ સેનાના 7 જવાનો સહિત 14ના મોત, 25 જવાન હજુ પણ લાપતા

મણિપુરના નોની જિલ્લામાં આર્મી કેમ્પમાં ભૂસ્ખલન થતાં 7 સૈન્ય કર્મચારીઓ સહિત 14 લોકોના મોત થયા છે. જ્યારે 25 જવાન હજુ પણ દટાયેલા છે. બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે.

Top Stories India
personnel

મણિપુરના નોની જિલ્લામાં આર્મી કેમ્પમાં ભૂસ્ખલન થતાં 7 સૈન્ય કર્મચારીઓ સહિત 14 લોકોના મોત થયા છે. જ્યારે 25 જવાન હજુ પણ દટાયેલા છે. બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે. મણિપુરમાં ભૂસ્ખલનને કારણે ભારે વિનાશ થયો છે. ભારે વરસાદને કારણે બુધવારે રાત્રે અચાનક પહાડમાં તિરાડ પડી હતી અને ભારતીય સેનાનો કેમ્પ ધ્વસ્ત થઈ ગયો હતો. આ ઘટના બની ત્યારે કેમ્પમાં મોટી સંખ્યામાં સૈનિકો હાજર હતા.

ડીજીપી પી ડોંગલનું કહેવું છે કે, 23 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે જેમાં 14 લોકોના મોત થયા છે. બાકીના લોકોની શોધ ચાલુ છે. સેનાના જવાનો, રેલવે કર્મચારીઓ, ગ્રામીણો અને મજૂરો સહિત લગભગ 60 લોકોના દટાયા હોવાની આશંકા છે. ગઈકાલે દિવસભર ચાલેલા ઓપરેશન બાદ સેનાના 7 જવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા જ્યારે 13 જવાનોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર હજુ પણ મોટી સંખ્યામાં જવાન લાપતા છે. જેમની શોધ ચાલી રહી છે. શિબિર સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ હતી. ખરાબ હવામાનના કારણે બચાવ કામગીરીમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

પીએમ મોદી પણ નજર રાખી રહ્યા છે

મણિપુરના નોની જિલ્લામાં ઇમ્ફાલ-જીરીબામ રેલ્વે લાઇનનું નિર્માણ ચાલી રહ્યું છે, જેના માટે સેનાના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. ટેરિટોરિયલ આર્મીની 107 કંપનીઓ ભૂસ્ખલનનો ભોગ બની છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી બચાવ કામગીરી પર નજર રાખી રહ્યા છે, પીએમ મોદીએ મણિપુરના સીએમ બિરેન સિંહ સાથે વાત કરી અને તમામ શક્ય મદદની ખાતરી આપી.

આ પણ વાંચો:દેશમાં વધઘટ સાથે આજે કોરોનાના નવા 17 હજારથી વધુ કેસ,23 દર્દીઓના મોત