રાજકોટ/ ગોંડલ ડુપ્લીકેટ ઘી પેકિંગ વેચાણ પ્રકરણમાં બે વેપારીઓ જેલ હવાલે

ગોંડલ ભોજપરા પાસે આશરે એક વર્ષ પહેલાં બે વેપારીઓ દ્વારા શુદ્ધ ઘીનાં નામે અખાદ્ય વસ્તુ પેક કરી બજારમાં વેચીને લોકોનાં આરોગ્ય સાથે ચેડાં કરી છેતરપીંડીથી નાણા કમાવવામાં આવતા હોવાની જાણ 

Gujarat Others
ગોંડલ

ગોંડલ ડુપ્લીકેટ ઘી પેકિંગ વેચાણ પ્રકરણમાં બે વેપારીઓ જેલ હવાલે થયા. પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો ત્યારે શુદ્ધ ઘી હોવાનું રટણ કરવામાં આવ્યું હતું. લેબમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જતાં બંનેને જેલ હવાલે કરવામાં આવ્યા હતાં. ડુપ્લીકેટ ઘી

ગોંડલ ભોજપરા પાસે આશરે એક વર્ષ પહેલાં બે વેપારીઓ દ્વારા શુદ્ધ ઘીનાં નામે અખાદ્ય વસ્તુ પેક કરી બજારમાં વેચીને લોકોનાં આરોગ્ય સાથે ચેડાં કરી છેતરપીંડીથી નાણા કમાવવામાં આવતા હોવાની જાણ  પોલીસને થતા ગોંડલ તાલુકા પોલીસના PSI એમ.જે. પરમાર, ડી.પી.ઝાલા અને સ્ટાફ દ્વારા દરોડો પાડી આશરે સાત લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ફૂડ વિભાગને જાણ કરવામાં આવી હતી ફૂડ વિભાગની તપાસમાં અખાદ્ય ચીજ હોવાનું સાબિત થતા બંને શખ્સોની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતાં.

ગોંડલ તાલુકા પોલીસ દ્વારા આશરે એક વર્ષ પહેલાં ભોજપરા પાસે એક કારખાનામાં દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં નિલેશ કરિયા અને કરણ છગ એ પોતાના કબ્જાવાળા ગોંડાઉનમા કોઇ આધાર પુરવા કે લાયસન્સ વગર ભેળશેળ યુકત ઘી બનાવી ઉત્પાદન કરી વેચાણ કરતા મળી આવતા ગોંડલ તાલુકા પોલીસે જાણવા જોગ કાર્યવાહી કરી હતી. અને આ કામે ક્રુટ-સેફ્ટી ઓફીસર ખોરાક અને ઔષધ નીયમન તંત્ર રાજકોટ નાઓએ જરૂરી સેમ્પલો લઇ પૃથ્થકરણ અર્થે મોકલી આપેલ જે મુદામાલનુ પૃથ્થકરણ થઇ અહેવાલ આવતા મદદનીશ કમિશનરની કચેરી રાજકોટથી પણ અખાધ્ય પદાર્થ તરીકે હોવાનુ જણાય આવેલ હતું. જેથી આ કામના આરોપીઓએ સાથે મળી પોતાના કબ્જાવાળા ગોડાઉનમા જરૂરી સાધન સામગ્રી મેળવી, પોતાના અંગત ફાયદા સારૂ ગ્રાહકોને ભેળશેળ વાળુ ઘી બનાવી, સુધ્ધ ઘી અને સારી ગુણવતા વાળું હોવાનુ જણાવી પોતાના ગ્રાહકોને વેચાણ કરી, લોકોના જાહેર આરોગ્યને નુકશાન થાય તે રીતે આ ભેળશેળ યુકત ઘીનુ વેચાણ કરી તેઓની પાસેથી ઘીની ઉંચી કીંમત લઇ, ગ્રાહક સાથે છેતરપીંડી કરી બન્ને આરોપીઓએ આઇ.પી.સી.કલમ ૨૭૨, ૨૭૩, ૪૧૭, ૪૨૦, ૧૧૪ મુજબનો ગુન્હો કરેલ હોય તો આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા આ કાર્યવાહીમાં ગોંડલ તાલુકા પીએસઆઇ એમ જે પરમાર પી એસ આઇ ડી પી ઝાલા સહિતના કર્મચારીઓ જોડાયા હતા.

આ પણ વાંચો : સરકારનું સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેસ્ટ મેનેજમેન્ટ નબળું છે ત્યારે અમલ કેટલો અને કેવી રીતે થશે વેપારીનો મોટો પ્રશ્ન