Rajkot/ હરીપર ગામમાં ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતા અમદાવાદના 4 શખ્સોની ધરપકડ

રાજકોટમાં સરધારના હરિપર ગામમાં એક મકાનમા શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલતી હોવાની SOGને બાતમી મળી હતી. આથી પીઆઇ આર.વાય. રાવલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એસ.અન્સારી સહિતના સ્ટાફે બુધવારે

Gujarat
1

રાજકોટમાં સરધારના હરિપર ગામમાં એક મકાનમા શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલતી હોવાની SOGને બાતમી મળી હતી. આથી પીઆઇ આર.વાય. રાવલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એસ.અન્સારી સહિતના સ્ટાફે બુધવારે બપોરે હરિપરના આ મકાનમાં દરોડો પાડ્યો હતો અને ગેરકાયદે કોલ સેન્ટર ધમધમતું હોવાનું સામે આવ્યું હતું. અમદાવાદના ચાર શખ્સ કોલ સેન્ટર ચલાવતા હતા. રાજકોટ SOGએ આ કોલ સેન્ટર પર દરોડા પાડ્યા હતા. જેમાં ચારેય શખ્સોની ધરપકડ કરાઇ હતી.

Delhi violence case / લાલ કિલ્લા પર હિંસામાં ઘાયલ થયેલ મહિલા કોન્સ્ટેબલે કહ્યું ડરામણું વાતાવરણ હતું

આ અંગેની પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ ચારેય શખ્સ અમેરિકાના નાગરિકોનો ડેટા એકત્ર કરી લોન માટે ફોન કરતા હતા. બાદમાં ટેક્સનાઉ અને 8*8 નામની મોબાઇલ એપ્લિકેશન મારફતે ઇન્ટરનેટની મદદથી કોલિંગ અને મેસેજ કરતા હતા. હજારો ડોલરની છેતરપિંડી કર્યાનું ખૂલ્યું છે. ચારેય આરોપીના કોવિડ ટેસ્ટ બાદ વધુ પૂછપરછમાં અન્ય માહિતી ખૂલશે તેવું પોલીસે જણાવ્યું હતું.SOG પોલીસના જણાવ્યા પ્રમાણે હાલ ચારેય આરોપીના કોવિડ ટેસ્ટ બાકી હોય રિપોર્ટ આવ્યા બાદ તેની વધુ પૂછપરછ હાથ ધરાશે. જેમાં કેટલા સમયથી કોલ સેન્ટર ચાલતું, કેટલા અમેરિકન નાગરિકો ભોગ બન્યા છે, કેટલા ડોલરની છેતરપિંડી કરી છે, અન્ય સાથીદારો કોણ સહિતની માહિતી મેળવવા માટે વધુ પૂછપરછ હાથ ધરાશે.

Pakistan / શા માટે પાકિસ્તાને ગણાવ્યા ISIના પૂર્વ ચીફ દુર્રાનીને ભારતીય જાસૂસ, જાણો શું છે સત્ય

આ અંગે SOGએ આપેલી વધુ માહિતી પ્રમાણે ચારેય શખ્સે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કર્યો હતો. મનોજ શર્માએ ધોરણ 11 સુધી, રતન કરણ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છે. વિકી સિંહે ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે તથા શાહિલ ઓડ બી.કોમનો વિદ્યાર્થી છે. લોનવાંછુક અમેરિકનો સાથે કેવી રીતે વાત કરવી, તે કોઇ પ્રશ્ન પૂછે તો તેનો કેવો જવાબ આપવો સહિતની વાતચીતની સ્ક્રિપ્ટ તૈયાર હતી અને તે સ્ક્રિપ્ટના આધારે વાત કરી શિકારને ફસાવતા હતા. પોલીસે બાતમીના આધારે તેમને ઝડપી તેની પાસેથીબે લેપટોપ અને ચાર્જર-કિંમત 20 હજાર,રાઉટર તથા તેની સાથેનું એડોપ્ટર-કિંમત 11,ચાર મોબાઇલ- કિંમત 18 હજાર સહિતકુલ 39 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

#address / PM મોદી આજે એનસીસી રેલી તેમજ વર્લ્ડ ઇકોનોમિક ફોરમના દાવોસ સંવાદને કરશે સંબોધિત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…