Banaskantha News/ વિકાસની વાતો વચ્ચે રસ્તાના વિકાસની રાહ જોતું આસેડા ગામ

વિકાસની અનેક વાતો વચ્ચે ડીસાના આસેડા ગામે સ્થાનિકો ની સાથે રામપુરાના બાળકો પણ શાળા એ જવા માટે પાકા રસ્તા ની કરી રહ્યા છે માગ પણ આસેડા ગામે તો વિકાસ જ વાટે ચડતા બાળકો ભયના ઓથાર હેઠળ રામપુરા શાળા એ જવા મજબુર બન્યા.

Gujarat Others Breaking News

DeesaNews: વિકાસની અનેક વાતો વચ્ચે ડીસાના આસેડા ગામે સ્થાનિકો ની સાથે રામપુરાના બાળકો પણ શાળા એ જવા માટે પાકા રસ્તા ની કરી રહ્યા છે માગ પણ આસેડા ગામે તો વિકાસ જ વાટે ચડતા બાળકો ભયના ઓથાર હેઠળ રામપુરા શાળા એ જવા મજબુર બન્યા.

આમ ગુજરાત ના વિકાસ મોડલની ચર્ચા બહુ થઈ તો બીજું બાજુ ડીસા ના આસેડા ગામે જ રામપુરાનો રસ્તો વિકાસના કાદવમાં ફસાયાનો અહેસાસ સ્થાનિકોને થયો. અધિકારી અને જન પ્રતિનિધિ ને કદાવ વાળા રસ્તામાંથી મુક્તિ અપાવવાની વારંવાર રજૂઆત થઈ છતાં પણ વર્ષો પછી શાળા એ જવા માટે બાળકોને પાકા રસ્તા ની જગ્યાએ કાદવ વાળો જ રસ્તો નસીબમાં રહ્યો.

આ દ્રશ્ય છે આસેડાના રામપુરા ગામ ની શાળા એ જતા બાળકોના  છેલ્લા 17 વર્ષ થી આ પ્રશ્ન યથાવત છે. અનેક અધિકારીઓ બદલાયા અનેક જન પ્રતિનિધિ બદલાયા પણ ન બદલાઈ રસ્તાની દશા અને દિશા જાણે બાળકો અને સ્થાનિકોના નસીબે આ જ રસ્તો લખાયો છે, ચોમાસા પહેલા પાણી ભરાય છે પછી કાદવકીચડ પરિણમે છે. ચોમાસામાં ઘણા બાળકો તો શાળામાં જ જવાનું ટાળે છે, રસ્તામાં કાદવમાં બાળકો પડી જવાની અનેક વાર ઘટના બની ચૂકી છે

રામપુરા શાળામાં શિક્ષણ સારુ છે, વાલીઓ જાગૃત છે શાળામાં બાળકોની સંખ્યા પણ સારી છે, આધુનિક શાળામાં તમામ સુવિધા છે, બસ શાળા માટે પાકો રસ્તો જ નથી. તેના પરિણામે ભારતનું ભવિષ્ય આ જ રસ્તામાં ફસાઈ ગયું છે. આ દ્રશ્યો જ વિકાસ મોડલની બીજી સાઈડ બતાવી જાય છે

આમ તો બનાસકાંઠામાં રામપુરા નો રસ્તો એક ઉદાહરણ છે, બાકી સમસ્યા તો દરેક ગામમાં છે, પણ વિકાસ મોડલના દિવ્ય સ્વપ્નમાં રાચતા આગેવાનો અને તંત્રને આવા બાળકોની દશા અને દિશા ક્યાં દેખાય છે રસ્તો ન બનતા વાલીઓ પણ રજૂઆત કરવા અનેક વાર રસ્તા પર ઉતર્યા છે, પણ સંવેદન સીલ સરકાર અને તંત્ર ક્યારે આ બાળકોની વેદના સમજશે એ કહેવું ખુબ જ મુશ્કેલ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બનાસકાંઠાની સ્કૂલની શિક્ષિકા આઠ વર્ષથી સ્કૂલે ન આવવા છતાં લે છે પગાર

આ પણ વાંચો:આદિવાસી મ્યુઝિયમમાં જ આદિવાસી યુવાનને માર મરાયો, એકનું મોત

આ પણ વાંચો:સુરતમાં આરોગ્ય વિભાગ રોગચાળો ફાટી નીકળતો અટકાવવા એક્શનમાં