Ahmedabad/ અમદાવાદને મળ્યું નવું નજરાણું : રિવરફ્રન્ટ પર સહેલગાહ કરાવશે સ્પેનથી આવેલ ક્રુઝ બોટ 

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે નવા વર્ષની શરૂઆત સાથે જાહેર જનતા માટે બોટિંગ ની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે રિવરફ્રન્ટ ખાતે સહેલાણીઓ ક્રૂઝની મજા માણી શકશે.

Ahmedabad Gujarat
crush boat1 અમદાવાદને મળ્યું નવું નજરાણું : રિવરફ્રન્ટ પર સહેલગાહ કરાવશે સ્પેનથી આવેલ ક્રુઝ બોટ 

@આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે નવા વર્ષની શરૂઆત સાથે જાહેર જનતા માટે બોટિંગ ની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે રિવરફ્રન્ટ ખાતે સહેલાણીઓ ક્રૂઝની મજા માણી શકશે. અમદાવાદીઓને નવાઇ લાગે તેવી ક્રૂઝ રિવરફ્રન્ટ ખાતે આવી ગઈ છે. નોર્વેથી આવેલ આ ક્રુઝ બોટ અમદાવાદમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

ક્રૂઝ સ્પેનથી મંગાવવામાં આવી છે. આ ક્રૂઝ ફુલ્લી એસી છે. કોરોના વાયરસના કેરને પગલે ક્રુઝમાં મુસાફરી કરનારના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને દરેક રાઈડ બાદ ક્રુઝને સેનિટાઈઝ કરશે. ત્યાર બાદ જ બીજીવાર ક્રુઝને ઉપયોગમાં લેવામાં આવશે. ક્રૂઝની માજા માણવા માટે સેહલાણીએ  20 મિનિટના 200 રૂપિયા ભાડું ચૂકવવું પડશે. આ ક્રૂઝની ખાસિયત એ છે કે આ તેમાં એક સાથે 60 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે. અને આ ક્રુઝ વાતાનુકુલિત છે. જેથી મુસાફર ક્રુઝમાં બેસીને આસપાસના વાતવરણને નિહાળી શકશે.

  • અમદાવાદમાં આવ્યું નવું નજરાણું 
  • અમદાવાદમાં શરૂ થઇ ક્રુઝ બોટ 
  • ગોઆ જેવી મજા હવે અમદાવાદમાં 
  • AMC સંલગ્ન શરુ કરાઈ આ નવી સેવા 
  • ક્રુઝને ચાર્ટર્ડ પણ કરી શકાશે 
  • પાર્ટી માટે  ભાડે મળશે ક્રુઝ 
  • 60 લોકો કરી શકશે ક્રુઝની મુસાફરી 

મનપા દ્વારા હાલ રિવરફ્રન્ટ ખાતે બે પોઇન્ટ પર બોટિંગ ચાલુ કરવામાં આવ્યું છે. જેમાં એક પોઇન્ટ વલ્લભ સદન અને બીજો પોઇન્ટ ઉસ્માનપુરા નજીક શરુ કરવામાં આવ્યો છે. સહેલાણીઓ સહેલાઈથી ક્રુસ રાઈડ માટે બુકિંગ કરી શકે તે માટે 15 જેટલા ઓનલાઇન માધ્યમ પરથી પણ બુકિંગની સુવિધા શરૂ કરવામાં આવી છે. ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટની વેબસાઈટ પરથી પણ લોકો બુકિંગ કરી શકશે. ઈસીએચટી એજન્સી દ્વારાક્રુઝ રાઇડના ભાવ હાલ સામાન્ય રાખ્યા છે. ત્યારે ઉત્સુક અમદાવાદીઓ ક્રુઝની સફર કરવા આતુર બન્યા છે.

જુઓ આ વીડિયો અહેવાલ પણ  – કરો હવે કૂઝની સફર

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…