નિમણુક/ CBI નાં નવા ડાયરેક્ટર માટે 6 દાવેદારો, ગુજરાત કેડરનાં બે ઓફિસર

2જી ફેબ્રુઆરીએ નિવૃત થતા ઋષિ કુમાર શુક્લાને એક્સ્ટેન્શન મળશે ? ચાલુ માસનાં અંતમાં થશે નવા ડાયરેક્ટરની જાહેરાત

Mantavya Exclusive India
CBI CBI નાં નવા ડાયરેક્ટર માટે 6 દાવેદારો, ગુજરાત કેડરનાં બે ઓફિસર

2જી ફેબ્રુઆરીએ નિવૃત થતા ઋષિ કુમાર શુક્લાને એક્સ્ટેન્શન મળશે ? ચાલુ માસનાં અંતમાં થશે નવા ડાયરેક્ટરની જાહેરાત

દેશની સૌથી મોટી ઇન્વેસ્ટીગેશન એજન્સી CBI ને ફેબ્રુઆરીમાં નવા ડાયરેક્ટર મળશે. હાલનાં ડાયરેક્ટર ઋષિ કુમાર શુકલા 2 જી ફેબ્રુઆરીએ પોતાનો કાર્યકાળ પૂર્ણ કરી રહ્યા છે, ત્યારે તેમના અનુગામીની પસંદગી માટે કેન્દ્ર સરકારે અત્યારથી જ કાર્યવાહી શરુ કરી દીઘી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, ગુજરાત કેડરનાં 2 IPS સહિત CBIનાં ડાયરેક્ટર પદ્દ માટેનાં 6 દાવેદારોમાંથી કોઇ પણ એકની CBI ના ડાયરેક્ટર તરીકે પસંદગી કરવામાં આવશે. CBI ના નવા ડાયરેક્ટરનું નામ ચાલુ માસનાં અંતમાં જાહેર થશે.

CBI વર્તમાન ડાયરેક્ટર ઋષિ કુમાર શુક્લા
CBI chief Rishi Kumar Shukla revises 'vision' to revive the agency- The New Indian Express

CBI નાં નવા ડાયરેક્ટર કોણ બનશે, તે અંગેની અટકળોનું બજાર દેશનાં પાટનગરમાં અત્યાર થી ગરમ થઇ ગયુ છે. મધ્ય પ્રદેશ કેડરનાં IPS ઋષિ કુમાર શુક્લા 2 જી ફેબ્રુઆરીનાં રોજ પોતાનો કાર્યકાળ પૂર્ણ કરી રહ્યા છે. CBI નાં નવા ડાયરેક્ટરની પસંદગી માટેની વડાપ્રધાનનાં નેતૃત્વ હેઠળની કમિટી ટુંક સમયમાં મળશે અને નવા ડાયરેક્ટરની પસંદગીકરશે . આ કમિટીમાં વડાપ્રધાન સહિત દેશની સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટીશ અને વિરોધ પક્ષનાં નેતા સભ્ય હોઇ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચાલુ માસનાં અંતમાં આ કમિટીની તાકીદની બેઠક મળશે અને 3 નામોની પેનલમાંથી કોઇ પણ એકનાં નામ પર મંજૂરીની મહોર મારશે.

CBIના ડાયરેક્ટર તરીકે હાલ 6 દાવેદારોનાં નામની ચર્ચા ચાલી રહી છે. આ 6 નામ પૈકી બે ગુજરાત કેડરના IPS અધિકારીઓ છે. ગુજરાત કેડરનાં બે IPS અધિકારીઓ પૈકી એક અધિકારી 1984ની બેચનાં રાકેશ અસ્થાના છે અને બીજા અધિકારી 1986નાં બેચનાં કેશવ કુમાર છે. આ સિવાય મહારાષ્ટ્ર કેડરનાં IPS અધિકારી સુબોધ જૈસવાલ, NIAના વડા વાય સી મોદી, યુપીનાં DG હિતેશ અવસ્થિ અને કેરલનાં DG લોકનાથ બેહરાનાં નામ પણ વિચારણા હેઠળ છે. ગુજરાત કેડરનાં બનેં IPS રાકેશ અસ્થાના અને કેશવ કુમાર CBI માં અગાઉ ફણ ફરજ બજાવી હોવાના કારણે બેમાંથી એકની પસંદગી થવાની પ્રબળ સંભાવના છે. જો કે એક અટકળ એવી પણ છે કે, પ્રવર્તમાન ડાયરેક્ટર ઋષિ કુમાર શુક્લાને કદાચ કેન્દ્ર સરકાર એક્સટેન્શન પણ આપી શકે તેમ છે. જો કે, એક્ટેન્શનની બાબતને કોઇ સમર્થન મળતું નથી.

આ 6 દાવેદારો પૈકી એક અધિકારી બની શકે છે, CBIનાં નવા ડાયરેક્ટર

રાકેશ અસ્થાના 
rakesh ashthana ips gujarat CBI નાં નવા ડાયરેક્ટર માટે 6 દાવેદારો, ગુજરાત કેડરનાં બે ઓફિસર

કેશવ કુમાર
keshav kumar ips gujarat CBI નાં નવા ડાયરેક્ટર માટે 6 દાવેદારો, ગુજરાત કેડરનાં બે ઓફિસર

સુબોધ જૈસવાલ
subodha kumar jeyshwal ips gujarat CBI નાં નવા ડાયરેક્ટર માટે 6 દાવેદારો, ગુજરાત કેડરનાં બે ઓફિસર

વાય. સી. મોદી
y c modi ips gujarat CBI નાં નવા ડાયરેક્ટર માટે 6 દાવેદારો, ગુજરાત કેડરનાં બે ઓફિસર

હિતેશ અવસ્થિ
hitesh avashti ips CBI નાં નવા ડાયરેક્ટર માટે 6 દાવેદારો, ગુજરાત કેડરનાં બે ઓફિસર

લોકનાથ બહેરા
loknath behra ips gujarat CBI નાં નવા ડાયરેક્ટર માટે 6 દાવેદારો, ગુજરાત કેડરનાં બે ઓફિસર

દેશ સહિત એશિયાની સૌથી મોટી અને વગદાર ઇન્વેસ્ટીગેશન એજન્સી તરીકે જાણીતી CBIના વડાનો તાજ કોને પહેરાવાશે તેની ચર્ચા દેશભરના IPS અધિકારીઓમાં થઇ રહી છે. ભલે 6 દાવેદારનાં નામ સામે આવ્યા છે, પરંતુ આવા મામલામાં દરેક વખતે સરપ્રાઇઝ આપતા વડાપ્રધાન મોદી આ વખતે કોઇ નવું નામ લાવીને ફરી એક વખત બધાને ચોંકાવી દે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…