જૂનાગઢ/ કેન્દ્રીય વનમંત્રી પધાર્યા ગીરનાં સિંહ જોવા : માલધારીઓની સમસ્યા જાણશે

જૂનાગઢમાં કેન્દ્રીય વન મંત્રી ભુપેન્દ્ર યાદવે કર્યા સિંહ દર્શન કર્યા સાથે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી, કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા પણ હાજર રહ્યા હતા.

Top Stories Gujarat Others
કેન્દ્રીય વનમંત્રી

સાસણગીર દેશ અને દુનિયામાં તેની એક આગવી ઓળખ ધરાવે છે. સૌકોઈ સિંહદર્શન માટે સમયાંતરે આવતા રહે છે ત્યારે સિંહનું અને જંગલનું સરક્ષણ અને સંવર્ધન યોગ્ય રીતે થાય તે જરૂરી છે. ગુજરાત સરકાર આ માટે અનેક યોજના અને પ્રોજેક્ટ હેઠળ કામ કરતી રહે છે. ત્યારે તાજેતરમાં પ્રોજેક્ટ લાયન અંતર્ગત કેન્દ્રીય વનમંત્રી ભુપેન્દ્ર યાદવે સિંહદર્શન કર્યા હતા.

ગીરનો સિંહ દુનિયાભરમાં આકર્ષણનું કેન્દ્ર છે ત્યારે સિંહદર્શન માટે મંત્રીઓ પણ સમયાંતરે ગીરની મુલાકાત લેતા રહે છે. તાજેતરમાં કેન્દ્રીય વનમંત્રી ભુપેન્દ્ર યાદવે સિંહદર્શને આવ્યા હતા. તેમની ગીરની મુલાકાત અને સિંહદર્શન સમયે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી, કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા પણ હાજર રહ્યા હતા. પ્રોજેક્ટ લાયન અંતર્ગત ભુપેન્દ્ર યાદવે 6 જેટલા સિંહોના દર્શન કર્યા હતા અને જંગલાની સુરક્ષા તેમજ વિકાસકાર્યની સમીક્ષા કરી હતી. ભ્પેન્દ્ર યાદવે વહેલી સવારે સિંહ જોયા હતા. તેમજ આજ દિવસ દરમિયાન જંગલ સફારી બાદ નેસડાની મુલાકાત લેશે. નેસડાનાં જીવન અને માલધારીઓની સમસ્યા વિષે માહિતી મેળવશે. માલધારીઓ અને વન વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરીને ગીરના જંગલના વિકાસ માટે શું જરૂરિયાત છે તેનો ખ્યાલ મેળવી આગળ વિવિધ યોજનાઓ કરવામાં આવશે.

Above 1 કેન્દ્રીય વનમંત્રી પધાર્યા ગીરનાં સિંહ જોવા : માલધારીઓની સમસ્યા જાણશે

આ પણ વાંચો :  જ્ઞાનવાપી કેસમાં આજે આવી શકે છે ચુકાદો, જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં સુનાવણી પૂર્ણ