ગુજરાત/ ભાવનગર તળાજા તાલુકામાં મેથળા બંધારો છલકાયો : ખેડૂતો ખુશખુશાલ

મીઠા પાણીનો વિશાળ બંધારો અનેક વાર બાંધરો તૂટ્યો છે પણ ખેડૂતોના મક્કમ મન તૂટ્યા નથી અને આજે ફરી બંધારો છલકાયો છે

Gujarat Others
મેથળા

ભાવનગર જીલ્લાનાં તળાજા તાલુકામાં ખેડૂતો અને ગ્રામજનોમાં હરખની હેલી છવાઈ ગઈ છે. તળાજા તાલુકામાં મેથળા ગામની સીમમાં આવેલ મેથળા બંધારો તળાજા તાલુકામાં વરસાદથી છલકાયો છે. ગત વર્ષે ભારે વરસાદમાં ધોવાયેલા પાળાનું ખેડૂતોએ તાજેતરમાં જ સમારકામ કર્યું હતું. સૌરાષ્ટ્ર પંથકમાં ખેડૂતો તથા અનેક ગામ લોકો પર્યાવરણ પ્રેમીઓ સાથે દાતાઓના આર્થિક અનુદાન સાથે સેંકડો શ્રમજીવીઓએ પરસેવો પાડી તૈયાર થનાર આ મીઠા પાણીનો વિશાળ બંધારો અનેક વાર બંધારો તૂટ્યો છે પણ ખેડૂતોના મક્કમ મન તૂટ્યા નથી અને આજે ફરી બંધારો છલકાયો છે ત્યારે આજુ બાજુના ગામમાં ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી હતી.

આ પણ વાંચો : શું તમે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના વિષે આ મહત્વની બાબત જાણો છો?