Not Set/ અમદાવાદ: અસલી નોટ અવેલેબલ નથી, અને બનાવટી બજારમા…

વડાપ્રધાન નરેન્દ્રમોદી દ્વારા 8 નવેમ્બરના રોજ જાહેરાત કરવામાં આવી હતી કે મધરાત્રિથી 500 અને 1000 ની ચલણી નોટો બંધ થાય છે.તે દિવસથી આજ દિન સુધી સામાન્ય પ્રજાને ભારે હલાલકીનો ભોગ બનવું પડ્યું છે. હજુ આ સમસ્યા સામે સામાન્ય માનવી જ્યારે જજુમી રહ્યો છે ને ત્યા જ અમદાવાદમાં રૂપિયા 2000ની નકલી ચલણી નોટો ફરતી થયાનો એક કિસ્સો […]

Gujarat

વડાપ્રધાન નરેન્દ્રમોદી દ્વારા 8 નવેમ્બરના રોજ જાહેરાત કરવામાં આવી હતી કે મધરાત્રિથી 500 અને 1000 ની ચલણી નોટો બંધ થાય છે.તે દિવસથી આજ દિન સુધી સામાન્ય પ્રજાને ભારે હલાલકીનો ભોગ બનવું પડ્યું છે. હજુ આ સમસ્યા સામે સામાન્ય માનવી જ્યારે જજુમી રહ્યો છે ને ત્યા જ અમદાવાદમાં રૂપિયા 2000ની નકલી ચલણી નોટો ફરતી થયાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પાનના ગલ્લાવાળાને એક ગ્રાહકે રૂપિયા 2000ની નકલી નોટ આપતા ચકચાર મચી ગઈ છે. ત્યારે બીજી તરફ નકલી નોટોની હેરાફેરી કરતુ પાકિસ્તાન દેશ પોતાના નાકામ મનસૂબાઓને પારપાડવા માટે કેટલું કટ્ટીબદ્ધ છે તે અહીંયા દેખાઈ રહ્યું છે. દેશના વડાપ્રધાન આતંકવાદને નાથવા માટે થઈને ભારતભરમાંથી જૂની 500 અને 1000ની ચલણી નોટો બંધ કરીને “કેન્દ્ર સરકાર બાંગ પોકારી રહ્યું છે” ત્યારે “શેર ના માથે સવા સેર” જેવો ઘાટ ઉભો થયો હોય તેમ લાગી રહ્યું છે.

picture16

picture17

નવાઈની વાત એ છે કે રૂપિયા 2000 ની નકલી નોટ બજારમાં ફરી રહી છે પરંતુ તંત્રને હાજી પણ કાનોકાન આ વાતની ખબર નથી….

1

3

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારની ઇન્ટલિજન્સ વિભાગ ખુબ સતર્ક છે. કેન્દ્ર સરકારની જાહેરાત બાદ સ્ટેટ આઈ.બી અને સેન્ટ્રલ આઈ.બી એ અહેવાલ આપ્યો હતો કે ભારતભરમાં એક જનઆક્રોશ ઉભો થઇ શકે છે પરંતુ રૂપિયા 2000 ની નકલી નોટ અમદાવાદમાં ફરતી થઇ છે ત્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ઈન્ટલીજસન્સ વિભાગ ઊંઘતું ઝડપાયું હોય તેવો ઘાટ રચાયો છે..