ગાંધીનગર/ રાત્રિ કરફયૂને લઈ ગુજરાત સરકારે શું કરી મોટી જાહેરાત, જાણો વધુ વિગતો

રાજ્યમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં  ગુજરાતનાં  ઘણા શહેરોમાં  ઓમીક્રોનના કેસો નોંધ્યા છે .

Top Stories Gujarat
Untitled 69 4 રાત્રિ કરફયૂને લઈ ગુજરાત સરકારે શું કરી મોટી જાહેરાત, જાણો વધુ વિગતો

રાજ્ય સરકારે રાત્રિ કરફયૂ ના સમયમાં મોટો ફેરફાર કર્યો છે.  રાજ્યમાં આવતીકાલ થી 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી  કરફ્યુ રહેશે. રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિના અનુસંધાને 8 મહાનગરોમાં આવતીકાલ 25 ડિસેમ્બર શનિવારથી રાત્રિ કરફ્યૂ હાલના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યુનો અમલ રાત્રિના 11થી સવારના 5 વાગ્યા સુધીનો રેહેશે. આ સંદર્ભમાં ગૃહ વિભાગનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

20 ડિસેમ્બરે રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડ્યું હતું, તે મુજબ રાત્રિ કર્ફ્યૂનો સમય રાતના 1થી સવારના 5 વાગ્યા સુધી યથાવત રખાયો હતો. પરંતુ રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણના કારણે સરકારે 4 દિવસમાં નવું નોટિફિકેશન જાહેર કરવું પડ્યું હતું.રાજ્યમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં  ગુજરાતનાં  ઘણા શહેરોમાં  ઓમીક્રોનના કેસો નોંધ્યા છે .

આ પણ  વાંચો ;ગાંધીનગર / AAP કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી, જાણો આ મામલે શું કહે છે AAP કોર્પોરેટર તુષાર પરીખ

ગુજરાતમાં કોરોનાના કેસમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે જે ચિંતાજનક બાબત છે,હાલ રાજ્યમાં કોરોના પ્રત્યે બેદરકારી જોવા મળી રહી છે,સરકારની ગાઇડલાઇન નેવે મુકી દીધી છે,જેના લીધે ત્રીજી લહેર આવવાની સંભાવના નકારી શકાય નહી આજે જે રીતે કેસમાં ઉછાળો જોવા મળ્યો છે તંત્ર માટે રેડ એલર્ટ સમાન છે.  ગુરુવારે રાજયમાં 111 કેસ નોંધાયા છે,જ્યારે અમદાવાદમાં 43કેસ  વડોદરામાં 11, સુરતમાં  18  , રાજકોટમાં 14  કોરોનાના કેસ નોંધાયા છે.જ્યારે કોરોનાને માત આપીને સાજા થનાર દર્દીઓની સંખ્યામાં ઘટડોથઇ રહ્યો છે,છેલ્લા 24 કલાકમાં 78 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે રાજ્યમાં કોરોનાથી  બે દર્દીનું મોતથયું છે