મંજૂરી/ paytmમાં હવે કોઇ ટેન્શન નહીં, આ મંજૂરી મળતા હવે યુઝર્સ UPI પેમેન્ટ આરામથી કરી શકશે

તૃતીય-પક્ષ એપ્લિકેશન પ્રદાતા (TPAP) તરીકે UPIમાં ભાગ લેવા One97 કોમ્યુનિકેશન્સ લિમિટેડને મંજૂરી આપી છે

Top Stories Business
6 5 paytmમાં હવે કોઇ ટેન્શન નહીં, આ મંજૂરી મળતા હવે યુઝર્સ UPI પેમેન્ટ આરામથી કરી શકશે

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ મલ્ટી-બેંક મોડલ હેઠળ તૃતીય-પક્ષ એપ્લિકેશન પ્રદાતા (TPAP) તરીકે UPIમાં ભાગ લેવા One97 કોમ્યુનિકેશન્સ લિમિટેડને મંજૂરી આપી છે. મતલબ કે હવે યુઝર્સ અને મર્ચન્ટ કોઈપણ વિક્ષેપ વિના UPI ટ્રાન્ઝેક્શન કરી શકશે. આમાં ચાર બેંકોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં એક્સિસ બેંક, HDFC બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), યસ બેંકનો સમાવેશ થાય છે. આ બેંકો OCL માટે PSP (પેમેન્ટ સિસ્ટમ પ્રોવાઈડર) બેંકો તરીકે કાર્ય કરશે.

યસ બેંક હાલના અને નવા UPI વેપારીઓ માટે OCL માટે મર્ચન્ટ એક્વિઝિશન બેંક તરીકે કામ કરશે. “@Paytm” હેન્ડલને યસ બેંક પર રીડાયરેક્ટ કરવામાં આવશે, જે હાલના Paytm વપરાશકર્તાઓ અને વેપારીઓને Paytm થી UPI વ્યવહારો અને ઑટોપે કરવાની મંજૂરી આપશે. જો કે, આ માટે હાલના હેન્ડલને નવી PSP બેંકોમાં ટ્રાન્સફર કરવામાં આવશે.હવે જો આપણે સરળ ભાષામાં સમજીએ તો UPI સુવિધા થર્ડ પાર્ટી એપ્લિકેશન પ્રોવાઈડર (TPAP) દ્વારા પૂરી પાડવામાં આવે છે. જ્યારે NPCI UPI ઓપરેટ કરે છે. તેની મંજૂરી વિના, કોઈપણ TPAP UPI સુવિધા પ્રદાન કરી શકશે નહીં. TPAPs UPIની સુવિધા માટે પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ અને બેંકો સાથે કામ કરે છે. આવી સ્થિતિમાં, કોઈપણ TPAP જેમ કે Paytm, PhonePe, GooglePay ને UPI સુવિધા આપવા માટે NPCI અને PSP બેંકની મંજૂરીની જરૂર છે.હવે પેટીએ યુઝર્સે ચિંતા કરવાની કોઇ જરૂર નથી.