નમૂના ફેલ/ વડોદરાના પાદરામાં ફાળવેલ 9340 કિલો ચણા ખાવા લાયક નથી, ચણાનો જથ્થો લેબમાં ફેલ, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા!

વડોદરાના પાદરામાં સરકારે ફાળવેલા ચણાનો જથ્થો સરકારી લેબમાં ફેલ થતા અનેક સવાલો ઉભા થયા છે

Top Stories Gujarat
5 5 વડોદરાના પાદરામાં ફાળવેલ 9340 કિલો ચણા ખાવા લાયક નથી, ચણાનો જથ્થો લેબમાં ફેલ, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા!
  • વડોદરા: ચણાની ખરીદીમાં કૌભાંડની આશંકા
  • જીલ્લા પુરવઠા વિભાગને ફાળવેલ ચણાના નમૂના ફેલ
  • પાદરામાં ફાળવેલ ચણાનો જથ્થો સરકારી લેબમાં ફેલ
  • ICDS શાખાને ફાળવાયો હતો 9340 કિલો ચણાનો જથ્થો
  • ફાળવાયેલ 9340 કિલો ચણાના જથ્થાના નમૂના થયા ફેલ
  • ગાંધીનગરથી લેબ ટેસ્ટ વગર જ જથ્થો ફાળવ્યો હોવાની શંકા
  • ગોડાઉનમાં 54000 કિલો જથ્થાની ઘટ તો હતી જ
  • હવે 9340 કિલો જથ્થો બિનઆરોગ્યપ્રદ હોવાનું સામે આવ્યું

સરકારે ફાળવેલા ચણામાં મોટું કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે, વડોદરાના પાદરામાં સરકારે ફાળવેલા ચણાનો જથ્થો સરકારી લેબમાં ફેલ થતા અનેક સવાલો ઉભા થયા છે. જિલ્લા પુરવઠા વિભાગને મળેલા ચણા ખાવા લાયક ન હોવાનો મોટો ખુલાસો થયો છે. લેબોરેટરી ટેસ્ટિંગ વગર જ ચણાનો જથ્થો ફાળવ્યો હોવાની પ્રબળ શક્યતા રહેલી છે.

ઉલ્લેખનીય છે કે અંબાજી મંદિરમાં બનાવટી ઘી નો મુદ્દામાં તપાસ ચાલી રહી છે ત્યારે ચણાના કૌભાંડ સામે આવ્યો છે. ICDS શાખાને ફાળવાયો હતો 9340 કિલો ચણાનો જથ્થાનો નમૂનો સરકારી લેબમાં નિષ્ફળ જતા અનેક સવાલો ઉભા થયા છે,નોંધનીય છે કે ગાંધીનગરમાં લેબ ટેસ્ટ વગર જ જથ્થો ફાળવવામાં આવ્યો હોવાની સંભાવના રહેલી છે.  ગોડાઉનમાં 54  હજાર કિલો જથ્થાની ઘટ તો હતી.