Parashottam rupala/ રૂપાલાની બાઇક રેલી અને ભાજપનું શક્તિ પ્રદર્શન, બધી બેઠકો જીતવાનો લક્ષ્યાંક

રાજકોટમાં ગુજરાતમાં ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની આગેવાની હેઠળ જંગી બાઇક રેલીનું આયોજન કરીને ભાજપે શક્તિ પ્રદર્શન કર્યુ હતુ. આ રેલીમાં ભાજપના સ્થાનિક ધારાસભ્યો તેમજ ભાજપના આગેવાનો અને કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા.

Gujarat Rajkot Breaking News
Beginners guide to 13 રૂપાલાની બાઇક રેલી અને ભાજપનું શક્તિ પ્રદર્શન, બધી બેઠકો જીતવાનો લક્ષ્યાંક

રાજકોટઃ રાજકોટમાં ગુજરાતમાં ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની આગેવાની હેઠળ જંગી બાઇક રેલીનું આયોજન કરીને ભાજપે શક્તિ પ્રદર્શન કર્યુ હતુ. આ રેલીમાં ભાજપના સ્થાનિક ધારાસભ્યો તેમજ ભાજપના આગેવાનો અને કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા. તેમા બોઘરા અને રૂપાલાની બુલેટ સવારી જોવા મળી હતી. આ તબક્કે રૂપાલાએ મતદારોને 100 ટકા મતદાન કરવા અપીલ કરી હતી. જો કે તેમને જામસાહેબની પાઘડી અંગે પૂછાતા તેમણે મૌન સેવી લીધુ હતુ, હાઈકમાન્ડે મારેલું તાળુ જાણે રીતસર તેમના મોઢા પર દેખાતુ હતુ.

લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રુપાલાએ જણાવ્યું હતું કે શહેર ભાજપના આગેવાનોએ આખી ચૂંટણી દરમિયાન બધા કાર્યક્રમોનો સફળતાપૂર્વક પ્રચાર કર્યો છે. તેમણે રાજકોટ જિલ્લાની ટીમને પણ અભિનંદન આપ્યા હતા. સરદાર સાહેબના સ્ટેચ્યુને પુષ્પાંજલિ આપીને આ રેલીનો પ્રારંભ કર્યો હતો.

કોંગ્રેસના પત્રિકાકાંડ અંગે ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવે જણાવ્યું હતું કે કોંગ્રેસ હાર ભાળી હોવાથી હતાશ થઈ ગઈ હતી. અત્યાર સુધી બેફામ નિવેદનો પછી હવે આ પ્રકારના કાંડ કરવા ઉતરી આવી છે. પોલીસ નિષ્પક્ષ તપાસ કરી રહી છે. પોલીસ યોગ્ય કાર્યવાહી કરશે તેવો વિશ્વાસ છે. પોલીસે સીસીટીવી દ્વારા આરોપીઓનો પર્દાફાશ કર્યો છે. કોંગ્રેસની હાર તો પહેલેથી જ નિશ્ચિત હતી, પરંતુ તેઓ ચૂંટણી જીતવા કેવા ગતકડા કરે છે તે બહાર આવ્યું છે. કોંગ્રેસ રાજકારણ માટે બે સમાજને સામસામે લાવવા માંગતી હતી.

રૂપાલાએ જણાવ્યું નથી કે ભાજપની આ રેલી ફક્ત રેલી નથી પરંતુ તેને મળેલું પ્રચંડ જનસમર્થન છે. મહિલા મોરચા સહિત અનેક આગેવાનોએ આ રેલીમાં જોડાઈને તેમનો ઉત્સાહ દર્શાવ્યો છે. તેમણે લોકોને મોટાપાયા પર મતદાન કરવા હાકલ કરી હતી.

ભાજપની આ રેલી માટે ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો કઠા થતાં રેલી પૂર્વે બહુમાળી ચોકમાં ટ્રાફિક જામ થયો હતો. રેલી શરૂ થવાનો સમય દસ વાગ્યાનો હતો, પરંતુ ભાજપના ઉમેદવાર અગિયાર વાગે આવતા રેલી મોડી શરૂ થઈ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મૌલવીની ધરપકડનો મામલો, હર્ષ સંઘવીના કોંગ્રેસ પર પ્રહાર

આ પણ વાંચો:ભાજપ ઉમેદવાર પૂનમબેન માડમ દ્વારા અંતિમ ચરણનો પ્રચાર શરુ કરાયો

આ પણ વાંચો:રાજ્યમાં કાળઝાળ ગરમીને લઈને મોર્નિગ કોર્ટો શરૂ કરવાની કવાયત

આ પણ વાંચો:પાટણમાં રાધનપુર હાઈવે પર સર્જાયો ત્રિપલ અકસ્માત