સુરત/ વિધવા મહિલાની હત્યા બાદ નિરાધાર બાળકોની વ્હારે આવ્યા જિલ્લા પોલીસ વડા, ઉઠાવી નિરાધાર બાળકોની જવાબદારી

સંગીતા લોખંડેની હત્યા બાદ તેમના ચાર બાળકો નિરાધાર થઇ ગયા હતા ,જોકે ઘટના બાદ જિલ્લા પોલીસ વડા ઉષા રાડાએ પીડિત પરિવારની આકસ્મિક મુલાકાત લેતા બાળકોના વયોવૃદ્ધ દાદીએ બાળકોના ઉછેર માટેની ચિંતા વ્યક્ત કરી હતી.

Gujarat Surat
Untitled 34 14 વિધવા મહિલાની હત્યા બાદ નિરાધાર બાળકોની વ્હારે આવ્યા જિલ્લા પોલીસ વડા, ઉઠાવી નિરાધાર બાળકોની જવાબદારી

સુરત જિલ્લાના પોલીસ વડા ઉષા રાડાએ સમાજમાં માનવતાનું ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેઓએ વિધવા મહિલાની હત્યા બાદ નિરાધાર બનેલા ચાર બાળકોની વ્હારે આવી બાળકોની જવાબદારી ઉઠાવી છે. ઉષા રાડાએ પીડિત પરિવારની આકસ્મિક મુલાકાત લેતા બાળકોના વયોવૃદ્ધ દાદીએ બાળકોના ઉછેર માટેની ચિંતા વ્યક્ત કરી હતી. જીલ્લા પોલીસ વડાએ કામરેજ ખાતે કાર્યરત સામાજિક સંસ્થા વાત્સલ્ય ધામના વસંત ગજેરાને સમગ્ર બાબતથી વાકેફ કરતા તેઓએ ચારેય બાળકો પગભરના થાય ત્યાં સુધીની તમામ જવાબદારી સ્વીકારી હતી.

  • સુરત જિલ્લા પોલીસ વડાનું ઊમદા કાર્ય
  • ઉષા રાડાએ માનવતાનું ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું
  • નિરાધાર બાળકોની જવાબદારી ઉઠાવી
  • વયોવૃદ્ધ દાદીએ બાળકોની ચિંતા વ્યક્ત કરી
  • વાત્સલ્ય ધામે જવાબદારી સ્વીકારી

વિધવા મહિલાની હત્યા બાદ નિરાધાર બનેલા ચાર બાળકોને વ્હારે બીજું કોઈ નહિ પણ સુરત જિલ્લા પોલીસ વડા આવ્યા છે. તેમણે તમામ નિરાધર બાળકોની જવાબદારી ઉઠાવી છે. સુરત જિલ્લાના પોલીસ વડા હમેશા લોકોની વચ્ચે સુરક્ષાની સાથે ગરીબ વર્ગની સેવા કરવામાં આવી રહી છે તેવા સુરત જિલ્લાના વડા ઉષા રાડાએ સમાજમાં માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Untitled 34 15 વિધવા મહિલાની હત્યા બાદ નિરાધાર બાળકોની વ્હારે આવ્યા જિલ્લા પોલીસ વડા, ઉઠાવી નિરાધાર બાળકોની જવાબદારી

જીલ્લા પોલીસ વડા ઉષા રાડાએ પીડિત પરિવારની આકસ્મિક મુલાકાત
ગત ૨૮ જાન્યુઆરીના રોજ સુરત જિલ્લાના પલસાણાના વરેલી ખાતે સગા ભત્રીજાએ સાફ સફાઈ જેવા સામાન્ય ઘર કંકાશના ઝગડામાં પોતાની ૪૧ વર્ષીય સગી કાકી સંગીતા લોખંડેની કરપીણ હત્યા કરી નાખી હતી ,જોકે પોલીસ દ્વારા ભત્રીજાની ધરપકડ કરી લેવામાં આવી હતી પરંતુ સંગીતા લોખંડેની હત્યા બાદ તેમના ચાર બાળકો નિરાધાર થઇ ગયા હતા ,જોકે ઘટના બાદ જિલ્લા પોલીસ વડા ઉષા રાડાએ પીડિત પરિવારની આકસ્મિક મુલાકાત લેતા બાળકોના વયોવૃદ્ધ દાદીએ બાળકોના ઉછેર માટેની ચિંતા જીલ્લા પોલીસ વડા સમક્ષ કરતા જીલ્લા પોલીસ વડાએ નિરાધાર બનેલા બાળકોની ચિંતા કરી હતી. જિલ્લા પોલીસે વડાએ કામરેજ ખાતે કાર્યરત સામાજિક સંસ્થા વાત્સલ્ય ધામના વસંત ગજેરાને સમગ્ર બાબતથી વાકેફ કરાવ્યા હતા.

વાત્સલ્ય ધામ સંસ્થા કામરેજ ખાતે વર્ષોથી કાર્યરત છે અને અહી ૭૦૦થી વધુ ગરીબ, નિરાધાર બાળકો આશરો લઇ અભ્યાસ કરી રહ્યા છે.  ત્યારે જિલ્લા પોલીસ વડા દ્વારા સમગ્ર બાબતે વાત્સલ્ય ધામના સર્વેસર્વા એવા વસંત ગજેરાને કરતા તરતજ વસંત ભાઈ એ ચારેય બાળકો પગભરના થાય ત્યાં સુધી રહેવા,જમવા ઉપરાંત તમામ અભ્યાસની જવાબદારી સ્વીકારી લીધી હતી.

હરહમેશ લોકસેવાને મહત્વ આપતા અને હર હમેશ લોક સેવા માટે તત્પર રેહતા જીલ્લા પોલીસ વડા ઉષા રાડા તેમજ કડોદરા પોલિસ દ્વારા ચારેય બાળકો તેમજ વયોવૃદ્ધ દાદીને વાત્સલ્ય ધામ ખાતે પહોચાડીને એક ઉત્કૃષ્ટ માનવીય અભિગમ દાખવ્યું છે. મહત્વની વાત એ છે આવી રીતે સુરત જિલ્લા વડા નિરાધાર લોકોને આંગળી ચીંધીને નિરાધાર ને આધાર આપવી રહ્યા છે આ વાત ની પ્રેરણા અન્ય લોકો પણ લે તે જરૂરી બન્યું છે.

Life Management / ફુગ્ગાઓ પર નામ લખીને રૂમમાં મુકવામાં આવ્યા હતા, દરેકને તેમના નામનો બલૂન શોધવાનો હતો પણ

આસ્થા / બજરંગબલીની દરેક તસવીર કોઈને કોઈ વિશેષ લાભ આપે છે

આસ્થા / એક સમયે આ મંદિર આગમાં બળીને રાખ થઈ ગયું હતું, આજે આ પરંપરાના કારણે છે ચર્ચામાં, વિવાદ પહોંચ્યો હાઈકોર્ટ

લખીમપુર હિંસા / HCએ કેન્દ્રીય મંત્રી ટેનીના પુત્રને જામીન આપ્યા, આશિષ મિશ્રા લખીમપુર હિંસાનો છે મુખ્ય આરોપી