અમદાવાદ/ રાજકારણ સાથે ગુજરાતી પરંપરા અને ધર્મને પણ શાહ આપે છે મહત્વ

રાજનીતિમાં ચાણક્યની છાપ ધરાવતા અમિત શાહ શિષ જુકાવવામાં પણ અગ્રેસર છે.નહીં માત્ર સીટ મેળવવામાં પરંતુ શિષ જુકાવવામાં પણ તે અવ્વલ હોવાનું સામે આવી રહ્યું છે.

Ahmedabad Gujarat
અમિત શાહ

સામાન્ય રીતે રાજકારણી એટલે એવી માનસિકતા હોય છે લોકોના માનસ પટલ પર કે ચૂંટણી આવે કે પોતાનો લાભ હોય ત્યાં નમે છે પરંતુ રાજનીતિના ચાણક્ય અને દેશના નમ્બર 2 નેતા અમિત શાહ ગુજરાતી તહેવારોની પરંપરા જાળવી રાખી છે.રાજનીતિમાં ચાણક્યની છાપ ધરાવતા અમિત શાહ શિષ જુકાવવામાં પણ અગ્રેસર છે.નહીં માત્ર સીટ મેળવવામાં પરંતુ શિષ જુકાવવામાં પણ તે અવ્વલ હોવાનું સામે આવી રહ્યું છે. ગુજરાતમાં તહેવારોની ભરમાર છે અને સંસ્કૃતિ પણ અન્ય રાજ્યો કરતા અલગ છે. એ સંસ્કૃતિને માણવી અને દેવ દર્શન કરવા એ અમિત શાહના જીવનનો હિસ્સો છે.કેટલીક એવી બાબતો કે જે એ વાત ને પુરવાર કરે છે

પછી એ ચૂંટણીની વાત હોય કે તહેવારની તમામ સમયે તે ભગવાનને શિષ ઝુકાવે છે. શાહ જ્યારે પણ ગુજરાતમાં તહેવાર હોય તે સમયે શાહની હાજરી ગુજરાતમાં અચૂક જોવા મળે છે. પછી એ ધાર્મિક તહેવાર હોય કે સમાજિક તેમાં તેની હાજરી પરિવાર સાથે હોય છે.

ગુજરાતી તહેવાર નવરાત્રી જેના કારણે દુનિયાભરમાં ગુજરાતીઓ પ્રખ્યાત છે.8 માં નોરતે  શાહ અચૂક ગુજરાત મુલાકાતે આવે છે અને તેમના વતન માણસામાં મા બહુચરના દર્શને પરિવાર સાથે જાય છે.રથયાત્રા કે જેમાં જગતના નાથ ભગવાન રણછોડ દેશમાં માત્ર 2 જ સ્થળો જગન્નાથપુરી અને અમદાવાદમાં ભગવાન રણછોડ નગરચર્યા એ નીકળે છે તેમાં પણ અમિત શાહ પરિવાર સાથે મંગળા આરતીમાં હાજરી આપી શિષ ઝુકાવે છે..

આજ રીતે ગુજરાતમાં ચૂંટણીનું બ્યુગલ ફૂંકાય ત્યારે અને પરિણામ જાહેર થયા બાદ અચૂક સોમનાથમાં મહાદેવના ચરણો માં જાય છે.આ પરંપરા પણ તેમણે જાળવી રાખી છે.અમિત શાહ વૈષ્ણવ વાણિયા છે અને તે હવેલી માં દર્શને કૃષ્ણ જન્મદિને પરિવાર સાથે જાય છે પરંતુ કોવિડના કારણે છેલ્લા 2 વર્ષથી તે જતા નહોતા પરંતુ ચાલુ વર્ષે તે શિષ ઝુકાવશે. આમ અમિત શાહ રાજકારણમાં ચોક્કસ છે એટલા જ ધાર્મિક પણ છે.

આવી જ રીતે ગુજરાતી તહેવારોની પરંપરા જાળવવામાં પણ અમિત શાહ અવવલ છે. ગુજરાતીઓ માટે સૌથી મોટો તહેવાર દિવાળી આ પર્વ પણ તે પરિવાર સાથે મનાવે છે અને ભાઈ બીજના દિવસે પોતાના બહેનના ઘરે મુલાકાત લેવાનું પણ ચૂકતા નથી. તો એજ રીતે ઉત્તરાયણ જે અમદાવાદીઓ સતત 2 દિવસ ઉજવે છે આ દિવસોમાં પણ અમિત શાહ ગુજરાત પ્રવશે ચોક્કસ આવે છે અને પોતાના મતદારો સાથે તહેવારની ઉજવણી કરે છે આમ અમિત શાહ જેટલા રાજનીતિના આંટા પાટા ગોઠવવામાં માહેર છે એજ રીતે તેની બીજી સાઈડ આ પણ છે કે તે એટલા જ ધાર્મિક વૃત્તિના છે અને ગુજરાતી તહેવારોની પરંપરા પણ અચૂક જાળવી રાખે છે અને રાજકારણ બાજુ પર રાખી પરિવાર સાથે તહેવાર મનાવે છે.

આ પણ વાંચો:‘તારે આની કિંમત ચૂકવવી પડશે…તને ખતમ કરી નાખીશું’, સમીર વાનખેડેને જાનથી મારી નાખવાની મળી ધમકી 

આ પણ વાંચો:કેલિફોર્નિયામાં બે નાના વિમાનો સામ -સામે અથડાતા બે લોકોના મોત,અનેક ઇજાગ્રસ્ત

આ પણ વાંચો:દેશમાં આજે નવા કોરોનાના નવા 15 હજારથી વધુ કેસ,દિલ્હીમાં દર્દીઓની સંખ્યામાં વધારો