ચૂંટણી/ ગાંધીનગર મનપાની ચૂંટણી બની તોફાની, આ બૂથ પર થઇ તોડફોડ

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ગરમાવો આવ્યો છે. સેક્ટર 6 ના મતદાન બૂથની બહાર તોડફોડની ઘટના બની છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ…

Gujarat Others
ચૂંટણી

આજે ગાંધીનગરમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ ત્રણેય માટે પ્રતિષ્ઠાનો જંગ થવા જઈ રહ્યો છે. આવામાં સવારથી જ તમામ બૂથ પર મતદાન કરવામાં આવી રહ્યું છે. એક તરફ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બપોર સુધી 26 ટકા જેટલુ મતદાન નોંધાયુ છે. જેમાં યુવાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ગાંધીનગરના શહેરી વિસ્તરામાં હળવુ અને ગ્રામ્યમાં વધુ મતદાન જોવા મળ્યું છે. આ વચ્ચે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માં બોગસ મતદાન થયુ હોવાના આક્ષેપ ઉઠ્યા છે.

આ પણ વાંચો :વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 99 વર્ષીય માતા હીરાબાએ મતદાન કર્યું

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ગરમાવો આવ્યો છે. સેક્ટર 6 ના મતદાન બૂથની બહાર તોડફોડની ઘટના બની છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા બૂથ નાંખીને બેસ્યા હતા, ત્યાં તોડફોડની ઘટના બની હોવાનુ સામે આવ્યું છે. અહીં શાંતિપૂર્વક ચાલી રહેલા મતદાનમાં ભંગ પડ્યો છે. કેટલાક અસામાજિક તત્વો દ્વારા આમ આદમી પાર્ટીના બૂથ પર તોડફોડ કરવામાં આવી છે. મતદાર યાદીને પણ ફાડી નાંખવામાં આવી છે. અજાણી કારમાં આવેલા તત્વોએ તોડફોડ કરી નુકસાની સર્જી હતી.

મતદાન માટે ગાંધીનગરમાં 11 વોર્ડમાં ઉભા કરાયેલા કુલ 284 બુથો પર રિઝર્વ સહિત કુલ 317 કંટ્રોલ યુનિટ અને 461 બેલેટ યુનિટ ફાળવાયા છે. સમગ્ર મતદાનની આજની પ્રક્રિયામાં 5 ચૂંટણી અધિકારી, 1775 પોલીંગ સ્ટાફ કામગીરી કરશે. શનિવાર સવારથી જ ઈવીએમ સહિતની સામગ્રી મતદાન મથકો પર પહોંચાડી દેવામાં આવી હતી.

આ પણ વાંચો : સુરતમાં પિતાના બર્થ ડે પર દીકરાએ આપી ચંદ્ર પર એક એકર જમીનના ટૂકડાની ભેટ

જિલ્લા પંચાયતની અને નગારપાલિકાની બેઠકો પર પેટા ચૂંટણી 

આ તરફ 7 જિલ્લા પંચાયતની 8 બેઠક પર યોજાશે પેટાચૂંટણી જેમાં અમદાવાદ મનપાની 2 બેઠકો પર પેટાચૂંટણી હાથ ધરાનાર છે આ બેઠકોમાં અમદાવાદના વોર્ડ નં-3, વોર્ડ નં-45ની પેટાચૂંટણી થશે જ્યારે જૂનાગઢ મનપાની વોર્ડ નં-8ની પેટા ચૂંટણી યોજાનાર છે તેમજ બીજી તરફ અલગ-અલગ નગરપાલિકાની 39 બેઠકોની પેટા ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરાશે જેમાં તાલુકા પંચાયતોની 47 ખાલી બેઠકો પર પેટાચૂંટણી યોજાશે.

આ પણ વાંચો :અમદાવાદના આ વિસ્તારમાં ખુલ્લી ગટરમાં પડવાથી 5 વર્ષની બાળકીનું મોત

આ પણ વાંચો :કપાસના પાકમાં ખાખરી નામનો રોગ, ખેડૂતોનો સૂકાઈ ગયો પાક